________________
મોક્ષમીમાંસા
અટકી જાય આગળ ન જાય. તેનો ઉત્તર આમ છે ઃતતોઽપ્યુર્ધ્વ ગતિસ્તેષાં કસ્માત્રાસ્તિઇતિ ચેન્મતિઃ । ધર્માસ્તિકાય સ્યામાવાત્ સિંહ (હેતુ) ર્ગતેઃ પરઃ ।। વળી ૧૪ રાજલોકની મધ્યમાં જે ત્રસનાડીમાં જે જીવો છે તે આ અઢી દ્વીપમાંથી કર્મક્ષય કરી મોક્ષે જાય ત્યારે ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ કરવામાં મદદ કરે છે.
સિદ્ધ ભગવંતોની સ્તુતિ આ પ્રમાણે કરાય છે ઃસિદ્ધાણં બુદ્ધાણં પારગયાણં પરંપરાગયાણું | લોઅગ્નમુવગયાણં નમો સયા સવ્વ સિદ્ધાણં ||
જે મુક્તાત્મા દેહ ત્યજી એક સમયમાં લોકાન્તે સ્થિર થઈ શાશ્વત નિત્ય રહે છે તે સ્થળ સૂક્ષ્મ, મનોહર, સુગંધી, પવિત્ર, પરમ પ્રકાશમય પ્રભારા નામની પૃથ્વી લોકાગ્રે આવેલી છે જેને આપણે સિદ્ધશિલા તરીકે જાણીએ છીએ. જે અર્ધચંદ્રાકાર ૪૫ લાખ યોજન વિસ્તાર ધરાવે છે. કેમકે મોક્ષે આવનારા જીવો ૪૫ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળા અઢી દ્વીપમાંથી ૯૦ અંશના કાટખૂણે સીધી દિશામાં જાય છે, આત્મા જે સ્થાનમાંથી જશે તેની સીધો ઉપર જ સ્થિર થશે. જેમકે સમ્મેતશિખર તીર્થથી ૨૦ તીર્થંકરો મોક્ષે ગયા, પાર્શ્વનાથ હિલ પર કાયોત્સર્ગ ધ્યાનમાં પાર્શ્વનાથે અઘાતી કર્મો ખપાવ્યા જે પણ ટૂંકથી સીધા ૯૦° એ છે. આ રીતે વીશ તીર્થંકરો, સર્વ સાધુઓ ભગવાન મહાવીર સ્વામી પાવાપુરી નગરીમાંથી સીધા ઉપર ગયા. સિદ્ધશિલાનું વર્ણન આમ કર્યું છે.
૯૫
તન્વી મનોજ્ઞા સુરભિઃ પુછ્યા પ૨મભાસ્વરા ।
પ્રાગ્ભારા નામ વસુધા લોકમુÁિ વ્યવસ્થિતા ।।
ખુલ્લી ક્ષત્રીવાળા આકારની જે સિદ્ધશિલા છે તે જાણે કે છત્રી સમાન છે જેની નીચે ઉભા રહેવાથી વરસતા વરસાદથી બચી શકાય છે તેમજ હાથમાં પાત્ર રાખ્યું હોય તો તે પાણીથી ભરાઈ જાય; તેવી રીતે સિદ્ધશિલાએ બિરાજતા સિદ્ધાત્માઓની કૃપાવૃષ્ટિ નીચે આવેલી તીર્થભૂમિમાં જેને માટે કાંકરે કાંકરે સિદ્ધાત્માઓનું સાનિધ્ય કે અસ્તિત્વ છે તેને આ રીતે ઘટાવવાનું છે કે આ ઉઘાડી સિદ્ધશિલા રૂપી છત્રીમાંથી સતત અમી દૃષ્ટિ તથા કૃપાનો વરસાદ વરસી રહ્યો છે તે કૃપા તથા અમી દૃષ્ટિ બંને ઝીલવા માટે પૃથ્વી પર સમ્મેતશિખર,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org