________________ 324 જૈન ધર્મના પુષ્પગુચ્છ એટલે કે જેનામાં પૂરણત્વ અને ગલત્વ છે તે પુદગલ છે. આપણે પથ્થર, લાકડું, ધાતુ વગેરે નિર્જીવ જડ વસ્તુને જોઇએ છીએ અને ઓળખીએ છીએ. એ વસ્તુના ટુકડા કરતાં કરતાં, બારીક ભૂકો કરતાં એવા તબક્કે આવીએ કે જ્યારે હવે એના બે વિભાગ થઈ શકે એમ ન હોય એને અણુ અથવા પરમાણુ કહીએ છીએ. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યું છે કે પરમાણુ યુદ્ગલ અવિભાજ્ય, અચ્છેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય છે, એટલે કે પુગલ પરમાણુના વિભાગ થઈ શકતા નથી, તેનું છેદનભેદન થઈ શકતું નથી. તેને બાળી શકાતા નથી અને ઇન્દ્રિય વડે તે ગ્રહણ કરી શકાતા નથી. વળી તે અનઈ, અમધ્ય અને અપ્રદેશ છે. એટલે કે તેના બે ભાગ થઈ શકતા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા વિભાગ થઈ શકતા નથી અને તે એક પ્રદેશરૂપ હોવાથી તેના વધુ પ્રદેશો થઈ શકતા નથી. નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે પુરના વડા (અર્થાત પુદ્ગલ દ્રવ્યના ચાર પ્રકાર છે) ઉંઘા, વેસ-પાસા પરમાણુ વેવ નાયબ્રા. આમ પુગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે. એમાં સ્કંધો અનંત છે, તેવી રીતે દેશ, પ્રદેશ અને પરમાણુ પણ અનંત છે. આ રીતે પરમાણુ એ પુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે. તે નિત્ય, અવિનાશી અને સૂક્ષ્મ છે. એવા સૂક્ષ્મ પરમાણુમાં રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ ચાર ગુણલક્ષણ હોય છે. બે કે તેથી વધુ પરમાણુ એકત્ર થાય, એટલે કે એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંધ થાય છે. બે, ત્રણ એમ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પરમાણુઓના પિંડને સ્કંધ કહેવામાં આવે છે. ભગવતીસૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે કે પુદ્ગલના ત્રણ પ્રકાર છેઃ (1) પ્રયોગ પરિણત-એટલે જીવના વ્યાપારથી પરિણત પુગલો જેમ કે શરીરાદિ, (2) વિસા પરિણત એટલે જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત પુદ્ગલો જેમ કે તડકો, છાંયો, (3) મિશ્ર પરિણત એટલે કે પ્રયોગ અને વિસસા એ બંને દ્વારા પરિણત યુગલો-જેમ કે મૃતકલેવરો. પુદ્ગલ દ્રવ્યમાં નિરંતર પરિવર્તન થયા કરે છે. પરમાણુ પુગલમાં સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન સતત ચાલ્યા કરે છે. એક પરમાણુ બીજાં અનંત પરમાણુઓ સાથે અથવા સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય છે. આ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org