________________
૧૧૯
રૂઢિર્બલીયસી
સમજણ પછી સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે જે લાખ પ્રયત્નો કર્યા તે સાચવવા મરણિયો જંગ ખેલવો પડે. આત્માએ અપૂર્વ સુપુરુષાર્થ કરવો જ રહ્યો. હવે તેને ટકાવવું જોઇએ, સાચવવું જોઇએ. સ્થિર રહે તે માટે પ્રયત્નશીલ બનવાનું. ટકાવી રાખ્યું હોય તો તેને વધુ ને વધુ નિર્મળ કરવા સાધનાના ક્ષેત્રમાં સતત તલ્લીન રહેવું પડે. જે માટે સમ્યકત્વના ૬૭ ભેદે ઉપાસના ચાલુ રાખવી પડે છે.
નમસ્કાર, નમન, વંદન કરવાથી મનનું ઉન્મનીકરણ થાય છે. તે સંદર્ભમાં રાઈ પ્રતિક્રમણમાં આવેલ ‘વિશાલલોચન જલ સૂત્ર'ની બે ગાથા અહીં રજૂ કરું છું.
યેષામભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષ ભરાતુ સુખ સુરેન્દ્રાઃ
તૃણમપિ ગણયન્તિ નૈવ નાકં પ્રાતઃ સન્તુ શ્વાય તે જીનેન્દ્રાઃ (૨) કલંક નિર્મુકહામમુક્ત પૂર્ણતં કૃતર્કરાહુ ગ્રસતં સદો દયમ્ અપૂર્વ ચંદ્રક જિનચંદ્રભાષિત દિનાગમે નોમિ ગૃધ્ર્નમસ્કૃતમ્ (૩)
અંતમાં આપણે સર્વે સમ્યકત્વ પ્રાપ્ત કરવા કટિબદ્ધ થઈ તે મેળવી ભવસાગર તરીએ એવી શુભેચ્છા રખાય ને ? હાલમાં જે જેનો છે તેમણે આર્યક્ષેત્ર, મનુષ્ય ભવ, જૈન ધર્મ, દેવ-ગુરુનો સમાગમ્, શ્રવણેચ્છા અને તદનુરૂપ આચરણ કરનારા ભવિ ધર્મીઓ પાટ પર બિરાજેલા આચાર્ય ભગવંતના સદુપદેશથી થતી પ્રેરણાથી વીસ સ્થાનકની ભક્તિ આરાધના કરે છે. તપશ્ચર્યાના મહત્ત્વ જેટલી જ આત્યંતર ભાવનાની કક્ષાએ સર્વજીવોના કલ્યાણની ભાવના છે. જેને ભાવદયાનું સ્વરૂપ આપી શકાય. જો હોવે મુજ શક્તિ ઇસી...દ્વા૨ા તીર્થંકર નામકર્મ બાંધનાર આત્મા ચિંતવે છેઃ આત્માના ભાવોને પ્રબળ કક્ષાના બનાવી ભાવના ભાવે છેઃ ‘જો મને એવી પ્રબળ શક્તિ મળે તો હું સવિ, જીવ કરું શાસન રસીં...બધાં જીવોને શાસનના રસિયા બનાવી દઉં, બધાંને અધર્મીમાંથી ધર્મી બનાવી પાપ કરતા અટકાવી, પુણ્યોપાર્જન કરતા બનાવી; દુ:ખ ભોગવનારાને સુખ ભોગવનારા કરી દઉં. એવી પ્રબળ શક્તિ મને મળે કે જેથી સંસારમાં કોઈ દુઃખી ન રહે, બધાંને કલ્યાણકારી શાસન પમાડી દઉં એવી શક્તિ મને સ્ફુરે તો સારું.’
વર્તમાન પ્રવર્તમાન સમયે હજારો પુણ્યાત્માઓ વીસ સ્થાનનું તપ કરે છે, કરી રહ્યાં છે જે માર્ગ સાચો છે. તે દ્વારા ઓછામાં ઓછો આશ્રવ, વધુમાં વધુ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org