________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૧૮
કર્યું; કારણ કે જિંદગીનો એક મહત્ત્વનો દિવસ અસ્ત થયો, પૂરો થઈ ગયો. વળી રાત્રે આ પ્રમાણે ઉહાપોહ કરવો.
પ્રત્યેક દિન પૂરો કરી સૂતી વખતે આ પ્રમાણેની અનુપ્રેક્ષા કરવી કે ૧૪ રાજલોકની સાથેના સ્પષ્ટ કે અસ્પષ્ટ સંબંધમાંથી મુક્ત થવાય તે માટે વોસરાવી દેવું જોઇએ જે આમ છેઃ
‘જ્ઞાન મારું ઓશિકું ને શિયલ મારો સંથારો ભર નિદ્રામાં કાલ કરું તો વોસિરામિ વોસિરામિ.
વળી,
આહાર, શરીર ને ઉપધિ, પચ્ચકખું પાપ અઢાર; મરણ પામું તો વોસિરું જીવું તો આગાર.'
એટલા માટે આપણે દરેક શુભ પ્રવૃત્તિ, વ્રત–નિયમ, તપ, ધ્યાન, ક્રિયાકાંડ, અનુષ્ઠાનો વગેરે શુભ ભાવે કરતાં કરતાં સમય્યત્વ પ્રાપ્ત કરવાનું જ લક્ષ રાખવાનું છે. આ બધું માત્ર સમ્યકત્વ પ્રાપ્તિ માટે જ છે તેથી જો ૨ ઘડી=૪૮ મિનિટના કાળ માટે સાચી શ્રદ્ધારૂપ સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય ત્યારે તે ભવ્યાત્માનો સંસાર માત્ર અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ અવશિષ્ટ રહે છે. શાસ્ત્ર તે માટે જણાવે છે કેઃ
અન્તોમુહત્ત મિત્તે પિફાસિયં હુન્ન જેહિં સમ્મત ।
તેસિં એવડઢ પુગ્ગલ પરિયટ્ટો ચેવ સંસારો ।। (નવતત્ત્વ ૫૩)
તેથી હવે સમ્યકિતી ભવ્યાત્માનો અર્ધપુદ્ગલાકાર આવર્ત કાળ જેટલો સંસાર અવૃશિષ્ટ રહ્યો છે. એક પૂર્વવલય વર્તુલાકાર આવર્ત તેને એક પુદ્ગલ-પરાવર્તકાળ કહે છે. ચરમાવર્તમાં આવ્યા પછી સુકૃતપરિવર્તનમાં જીવ ધીરે ધીરે સમગ્ર કાળ જે બાકી છે તેમાંથી ક્રોડાક્રોડ સાગરોપમમાંથી એક પલ્યોપમમાંથી સહેજ ન્યૂન એટલો ગોળો ઓછો કરી માર્ગાનુસારી હોઈ તે કાળે અનંતપુદ્ગલાવર્તકાળથી સાવ ઓછો છે. ભલે ને તે દરમ્યાન અસંખ્ય ભવો થઈ જાય ! કેમકે, મિથ્યાત્વના અનંત કાળની સ૨ખામણીમાં તે ઘણો ઓછો અલ્પ સમય છે. સમુદ્ર ઓળંગી હવે કિનારે જ પહોંચવું રહ્યું ને ? સમ્યકત્વ પામતાંની સાથે જ જીવનો મોક્ષ નક્કી થઈ જાય છે. સમ્યકત્વની પ્રાપ્તિ એટલે મોક્ષના નિર્ણય વિષે શંકાને સ્થાન ન રહે. મોક્ષ પ્રાપ્ત થશે જ તે તેની નિશાની છે. સમ્યકત્વના પડદા પાછળ છૂપાયેલો મોક્ષ દૃષ્ટિગોચર થાય છે. હવે તેવી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org