________________
૧ ૨ 0
જૈન ધર્મના પુષ્પગુચ્છ સંવર અને તેના પરિપાકરૂપે ભાવ નિર્જરા થાય છે, જેથી મોક્ષના દ્વાર સુધી પહોંચી શકાય તે માટેની તૈયારી, ઓછામાં ઓછી અશુભ ભાવના, વધુમાં વધુ શુભ ભાવના ભાવવી રહી. આવી ઉત્કટ ત કક્ષાની ભાવના ભાવતાં પવિત્ર શુભ અધ્યવસાયમાં તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે. “શુચિ રસ ઢળતે તિહાં બાંધતા તીર્થકર નામ નિકાચતા બાકી રહેલું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પછી સ્વર્ગ સીધાવે છે. વચમાં એક દેવનો ભવ કરી છેલ્લે ભવે તીર્થકર બને છે. તીર્થકર બનવાનો આ જ રાજમાર્ગ છે, પ્રક્રિયા છે. તેથી આમ વીસ સ્થાનકની આરાધના સાથે સવિ જીવ કરું શાસન રસી'ની ભાવના ભાવતાં કંઈ પૈસો ખરચવો પડતો નથી. પરંતુ આવા મનના ઉદાત્ત ભાવો જાગૃત થતા નથી, સર્વ જીવોના કલ્યાણની ભાવના જાગતી નથી. વર્તમાનના પડતા સમયે આરાધના કરાય છે, મનના સંતોષ ખાતર આરાધના થાય છે, કરી એમ લાગે છે, પરંતુ ભાવનાથી વંચિત રહેવાથી તીર્થકર નામકર્મ બાંધી શકતા નથી. કેમકે આંતરિક રીતે સર્વ જીવોને શાસન રસિક કરવાની ભાવદયા ખૂટે છે. શાસન રસિક કરવા તથા ભાવદયાની અધૂરપને લીધે તીર્થકર નામકર્મ નિકાસિત નથી કરી શકાતું. તેથી વાસ સ્થાનકની આરાધના સાથે તીર્થકર નામકર્મની નિકાચના થાય તો તીર્થકર બનવાનું કાર્ય સુનિચ્છિત થઈ જાય.
ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયના જે નવ મહાપુરુષોએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તેમાં શ્રેણિક રાજા, સુલસા શ્રાવિકા, રેવતી શ્રાવિકા, શંખ શ્રાવક, આણંદ શ્રાવક, પોટિલ શ્રાવક, સુપાર્શ્વકાકા, શતકશ્રાવક, શ્રેણિકપુત્ર ઉદાયન છે. આ કંઈ નાનીસુની વાત નથી, કારણ કે તેઓ મહાવીર સ્વામીના સમયના છે.
ભાવિ તીર્થકરો જે થનારાં છે તેમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, નાટકીય અને માયાવી નારદ, કર્ણ વગેરે પણ ભાવિ તીર્થકરોમાંના છે. આ આશ્ચર્યકારી નથી લાગતું ? કૃષ્ણ બારમા અમસ્વામી થશે, કર્ણ ૨૦મા તીર્થંકર વિજયસેન, નારદ એકવીસમા મલ્લિનાથ, અબડ તાપસ ૨૨મા દેવસ્વામી તથા નામાદિ નિક્ષેપે વર્તમાનમાં પૂજનીય બને છે. આગામી આખી ચોવીશીની પ્રતિમાઓ છે અને તે હાલમાં પૂજાય પણ છે. મહારાજા શ્રેણિક જે આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ થશે તેમનું ભવ્ય, વિશાલ, આકર્ષક જિનાલય અત્યારે ઉદયપુરમાં અસ્તિત્વ ધરાવે છે, તેમની મોટી વિશાળ પ્રતિમાં વર્ષોથી પૂજાય છે. હિંમતે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org