________________
નવકાર મંત્રમાં નમો પદનો મહિમા
૨૭૩
સ્વીકારવું. મતલબ કે ત્રણે કરણ અને ત્રણે યોગને આત્મભાવથી ભાવિત કરવા જોઈએ.
વ્યાકરણની દૃષ્ટિએ નનો પદ નૈપાતિકપદ છે એટલે કે અવ્યય છે. નમો અવ્યય છે અને તે અ+વ્યય અર્થાત્ જેનો ક્યારેય વ્યય અથવા નાશ થતો નથી એવા મોક્ષપદ સાથે જોડાણ કરાવી આપે છે, મોક્ષગતિ પ્રાપ્ત કરાવી આપે છે. આમ નમો એટલે અવ્યયનું અવ્યય સાથે અનુસંધાન.
નમો પદની વ્યાખ્યા આપતાં નિર્યુક્તિકારે કહ્યું છેઃ વ્વ-માવ-સંજોગનયહ્યો. એટલે નો ૫દનો અર્થ થાય છે ‘દ્રવ્ય અને ભાવનો સંકોચ.' આ વ્યાખ્યાનો વિસ્તાર કરતાં શ્રી હરિભદ્રસૂરિએ ‘લલિતવિસ્તરા’-ચૈત્યવંદન વૃત્તિમાં કહ્યું છેઃ ર-શિર: પાવલિ સંન્યાસો દ્રવ્યસંોષ: માવલંોવસ્તુ વિશુદ્ધસ્ય મનસો નિયોગ કૃતિ । એટલે કે હાથ, મસ્તક, પગ વગેરેને સારી રીતે સંકોચીને રાખવાં તે દ્રવ્યસંકોચ અને તેમાં વિશુદ્ધ મનને જોડવું તે ભાવ-સંકોચ.
દ્રવ્ય સંકોચમાં શરીરનાં હાથ, મસ્તક અને પગ વગેરેના સંકોચનો નિર્દેશ કરવામાં આવ્યો છે. હાથ સીધા લાંબા હોય છે. શેરડીના સાંઠાની એને ઉપમા અપાય છે. બંને હાથને વાળીને છાતી આગળ લાવવા તથા બંને હથેળી અને દસે આંગળીઓ ભેગી કરવી તેને ક૨સંકોચ કહેવામાં આવે છે. મસ્તક સીધું, ઊંચું, ટટ્ટાર હોય છે. એને પર્વતના શિખરની ઉપમા આપવામાં આવે છે. મસ્તક છાતી તરફ નમાવવું એને શિરસંકોચ કહેવામાં આવે છે. બંને પગ ઊભા અને સ્થિર હોય છે. એને થાંભલાની ઉપમા આપવામાં આવે છે. બંને પગને ઘૂંટણથી વાળીને જમીનને અડાડવા તે પાદસંકોચ છે. આ રીતે હાથ, મસ્તક અને પગનો સંકોચ થતાં તે દ્રવ્ય નમસ્કારની મુદ્રા બને છે. બે હાથ, બે પગ અને એક મસ્તક એમ પાંચનો સંકોચ હોવાથી તેને પંચાગ પ્રણિપાત કહેવામાં આવે છે.
મનમાં નમ્રતા, લઘુતા, વિનય, ભક્તિ, આદરબહુમાન ઈત્યાદિ ભાવો સાથે આજ્ઞા અને શરણ સ્વીકારવાં તે ભાવસંકોચ. ‘જેને નમસ્કાર મારે ક૨વાના છે તે મારા કરતાં ગુણો વગેરેમાં મોટા છે' એવો ભાવ આવ્યા વિના સાચો ભાવસંકોચ-એટલે કે ભાવનમસ્કાર થતો નથી.
‘નમો'માં દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર હોય છે. દ્રવ્ય નમસ્કારમાં શરીર-ઈન્દ્રિયાદિના સંકોચની ક્રિયા રહેલી છે. એટલે કે એમાં કાયગુપ્તિ રહેલી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org