________________
૨ ૭૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ છે. ભાવ નમસ્કારમાં મનના ભાવોના સંકોચની-અહંકાર, અવિનયાદિ દુર્ભાવોના ત્યાગ સહિત મનના સંકોચની ક્રિયા રહેલી હોવાથી એમાં મનોગુપ્તિ પણ રહેલી છે. “નમો'ના ઉચ્ચારણ સાથે અરિહંતાદિના ઉચ્ચારણ સિવાય કશું ઉચ્ચારણ ન હોવાથી એમાં વચનગુપ્તિ પણ રહેલી છે. આમ, નમો” પદ સાથે ત્રણ પ્રકારની ગુપ્તિ સંકળાયેલી છે.
દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર એ બંનેને ભેગા કરતાં ચાર ભાંગ થાય. (૧) દ્રવ્ય નમસ્કાર હોય, પણ ભાવ નમસ્કાર ન હોય, (૨) ભાવ નમસ્કાર હોય, પણ દ્રવ્ય નમસ્કાર ન હોય, (૩) દ્રવ્ય નમસ્કાર હોય અને ભાવ નમસ્કાર પણ હોય અને (૪) દ્રવ્ય નમસ્કાર ન હોય અને ભાવ નમસ્કાર પણ ન હોય. આ ચારમાં સર્વશ્રેષ્ઠ તે દ્રવ્ય નમસ્કાર અને ભાવ નમસ્કાર બંને જેમાં હોય છે. ફક્ત દ્રવ્ય નમસ્કાર કરતાં ફક્ત ભાવ નમસ્કાર હોય તો તે ચડિયાતો ગણાય. પરંતુ દ્રવ્ય નમસ્કાર અનાવશ્યક કે નિરર્થક છે એમ ન સમજવું. દ્રવ્ય નમસ્કારની પણ એટલી જ આવશ્યકતા છે. ભાવ નમસ્કાર દ્રવ્ય નમસ્કારમાં પરિણમવો જોઈએ, સિવાય કે સંજોગો કે શરીરની મર્યાદા હોય. ભાવ નમસ્કાર હોય પણ પ્રમાદ, લજ્જા, મોટાઈ, માયાચાર વગેરેને કારણે દ્રવ્ય નમસ્કાર કરવાની ઈચ્છા ન થાય તો તે એટલું ફળ ન આપે. દ્રવ્ય નમસ્કાર એ પાયાની વાત છે. દ્રવ્ય નમસ્કારનો મહાવરો હશે તો એમાં ભાવ આવશે. ભાવ નથી આવતો માટે દ્રવ્ય નમસ્કાર પણ છોડી દેવો જોઇએ એવા વિચારથી બંને ગુમાવવાનું થશે. દ્રવ્ય નમસ્કારનું ઓછું ફળ છે, પણ ફળ તો અવશ્ય છે જ. માત્ર દ્રવ્ય નમસ્કાર કરતી વખતે વિપરીત, અસદુભાવો હોય તો તેનું ફળ વિપરીત આવે. બાળજીવોને આરંભમાં દ્રવ્ય નમસ્કાર જ શીખવવામાં આવે છે. પછી એમાં ભાવ આવે છે.
ભાવરહિત અને ભાવ વગર દ્રવ્ય નમસ્કાર થાય તેનું ફળ કેવું હોય તે વિશે જૈન પુરાણોમાં એક પ્રસંગ વર્ણવાયો છે.
એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ ભગવાન પાસે ગયા તે વખતે નેમિનાથ ભગવાનના અઢાર હજાર સાધુઓ બિરાજમાન હતા. એ બધાંને જોઇને શ્રીકૃષ્ણને મનમાં એટલો બધો ઉલ્લાસ અને વિનયનો ભાવ આવ્યો કે “મારે આ દરેકે દરેક સાધુ ભગવંતને દ્વાદશાવર્તપૂર્વક વંદના કરવી.” આ કંઈ સહેલું કામ નહોતું. પણ એમણે એ કામ ભાવપૂર્વક ચાલુ કર્યું. એ જોઈ બીજા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org