________________
મોક્ષમીમાંસા
અહીંથી કોઈ આ પાંચ-છ આરામાં સિદ્ધ ન થઈ શકે પરંતુ મહાવિદેહમાં સદા ચોથો આરો છે, સિદ્ધો થયા જ કરે છે તેથી શકસ્તવમાં કહ્યું છે કે :
જે અ આઈઆ સિદ્ધી જે અ ભવિસંતિસાગએકાલે / સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ ||
શું સંસારમાં બધાં જ મુક્તિ પામી જાય તો ખાલી થઈ જાય ? તેના પ્રત્યુત્તરમાં આમ જણાવ્યું છે :જઈ આઈ કોઈ પુચ્છા, જિણાણમઞમિ ઉત્તરે તઈ |
નિગોયલ્સ અસંત ભાગો ય સિદ્ધિ ગઓ || અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ પછી આમ હોય તો નિગોદના ગોળાઓ પણ અનંતાનંત છે. વળી જો બધાં જ ભવ્યાત્માઓ સામગ્રી વિશેષથી મુક્તિ પામે તો તેમાં નાખુશ થવાનું કે ખુશ ? કાજીસાબ દુબળા કેમ ? સારા શહર કી ફીકર છોડી દો.
શરીર, ઈન્દ્રિયો, મન વગેરે ન હોવાથી સુખ મુક્તાત્માને કેવું હોઈ શકે. મુક્તાત્માનું સુખ આવું છે :
સાદિકમનત્તમનુપમમ વ્યાબાધ સુખમુત્તમ પ્રાપ્તઃ |
જેનો જ મોક્ષ પામે કે અન્ય ધર્મી પણ ? જે કોઈ પરંપરાગત ૧૪ ગુણસ્થાનકના પગથિયાં ચઢે તે સર્વે મોક્ષ પામે, સ્ત્રી કે પુરુષ બંને ? સિદ્ધોના જે ૧૫ ભેદો છે તેમાંના આ પ્રમાણે, અન્ય લિગે, સ્ત્રીલિંગ, પ્રત્યેક સિદ્ધ, સ્વયંસંબુદ્ધ સિદ્ધને સ્થાન આપ્યું છે. પુરુષલિંગે જેમ હોય તેમ નપુંસક લિંગે પણ જૈન દર્શનમાં થઈ શકે છે. આ દર્શને સર્વે જે ગુણસ્થાનકે ચઢે તેને મોક્ષના અધિકારી ગણ્યા છે. હા, અભવી ન જાય, જાતિભવ્ય કે દુર્ભવ્ય પણ ન જાય, વળી ભવ્ય કે જેનો પરિપાક થયો નથી, સામગ્રીનો ઉપયોગ ન કરતો હોય તથા ભવ્યત્વ નજદિક ન આવ્યું હોય તેઓ મોક્ષ ન જાય તેથી સંસારી મોક્ષે જનારાની કતાર લાગે તો સંસાર ખાલી થઈ જાય તેવી ભીતિ રાખવી અશક્ય છેઃ
સ્ત્રીલિંગે મોક્ષે ન જવાય તેવું દિગંબર સંપ્રદાય માને છે. સ્ત્રી-પુરુષ આકૃતિ તો શરીરની રચનાના ભેદો છે. શરીરમાં રહેલો આત્મા નથી સ્ત્રી કે નથી પુરુષ. કેમકે તે માત્ર બાહ્ય આકૃતિનો ભેદ છે. મોક્ષ આત્માનો થાય છે નહીં કે શરીરનો. શરીરને બાળી નંખાય છે, જીવ અન્ય સ્થળે ચાલ્યો જાય છે. મોક્ષે જનાર આત્મા છે કેમકે શરીરનો તો અગ્નિસંસ્કાર કરી રાખને ફગાવી દીધી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org