________________
યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય
૩૭. વેદ્યસંવેદ્ય પદ પ્રાપ્ત થવાથી આવું સુંદર પરિણામ આવે છે. તેને અતિચાર-દોષ બહુ અલ્પ લાગે છે. અહીં ભાવવાસના ક્ષીણ થવાથી અનેક ઋદ્ધિસિદ્ધિ મળી આવે છે. તે જાણે છે કે આ સર્વ પૌદ્ગલિક છે, અનાત્મીય છે, સંસારવૃદ્ધિ કરાવનાર છે તેથી બાહ્ય ભાવો મગતષ્ણા અથવા ગંધર્વનગર જેવા અસ્થિર એંદ્રજાલિક છે તેથી આસક્તિ વગર સ્વાત્મગુણો શોધે છે. આવું વિવેકજ્ઞાન ઉપલબ્ધ થવાથી સુજ્ઞ જીવ પ્રત્યાહારમાં ચિત્તને પરોવી બાધા કરનાર બાબતોનો પરિત્યાગ કરે છે. તેની ઉન્નત દશાથી જાણે છે કે ધર્મથી જે ભોગપ્રાપ્તિ થાય છે તે સંસારવૃદ્ધિનું કારણ છે. એ પુણ્ય સુવર્ણ શૃંખલા જેવું છે. તેમાં આસક્ત બને તો તે સંસાર વધારનાર છે, કર્મક્ષેત્રને વિસ્તૃત કરે છે. તેથી ભોગની ઇચ્છા ત્યજી ધાર્મિક કાર્યમાં ફળની આશા રાખતો નથી. નિરાશસભાવે કાર્ય કરવાથી શુભ કાર્યો મહાનિર્જરાનું કારણ બને છે. અહીં ચપળતાનો નાશ થાય છે, સ્થિરતા ગુણ વિકસે છે, શરીર રોગરહિત બને છે, હૃદયની કઠોરતા દૂર થાય છે, શરીરના મલમૂત્રાદિ અલ્પ થઈ જાય છે, શરીરમાં સુગંધી પ્રસરે છે, ભવ્યતા દેખાય છે, તેની ભવ્ય પ્રસન્ન મુદ્રા આકર્ષક બને છે, સ્વર સુંદર થઈ જેથી જનપ્રિય થઈ જાય છે. અહીં ટૂંકાણામાં યોગીસુલભ ગુણો પ્રાપ્ત થયેલા હોય છે. ચોથી દૃષ્ટિ કરતાં અહીં વિકાસમાં મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે. ગ્રંથીનો ભેદ થવાથી, શુભ સાધનો મળેલા હોવાથી જીવની પ્રગતિનો માર્ગ સરિયામ સીધો છે. ચેતનને વિકસિત રાખે તો છઠ્ઠી કાન્તા દૃષ્ટિ પ્રાપ્ત કરે છે.
કાન્તાદૃષ્ટિમાં જીવને યોગની સિદ્ધિઓ મળી હોય છે પરંતુ તે તેમાં આસક્ત ન થતાં પ્રગતિ કરે છે. અહીં યોગનું ધારણા અંગ પ્રાપ્ત થાય છે. ચિત્તની સ્થિરતાને ધારણા કહેવાય છે. મન જે રખડતું હતું તે એકાગ્ર બને છે જે સાધ્ય માટે જરૂરી છે. કાયા કરતાં મનથી વધારે કર્મો એકત્રિત થાય છે. મનોનિગ્રહ જરૂરી છે. મીમાંસા ગુણ પ્રાપ્ત થવાથી તત્ત્વશ્રવણ દ્વારા-શુભવિચારશ્રેણિ આવશ્યક હોય છે. અહીં બોધ તારાની પ્રભા જેવો એક સરખો પ્રકાશ આપે છે. જો કે તે સૂર્ય-ચંદ્ર જેટલો તેજસ્વી નથી. તારાના પ્રકાશ માટે શ્રી હરિભદ્રસૂરિ જણાવે છે કે આ દૃષ્ટિમાં જીવનું પ્રકૃતિથી જ નિરતિચાર ચારિત્ર હોય છે, અનુષ્ઠાન શુદ્ધ હોય છે, પ્રમાદરહિત વર્તન હોય છે. જીવનો શુભ સાથે વિનિયોગ થાય છે, આશય ઉદાર અને ગંભીર થાય છે. અત્રે જીવ સર્વવિરતિ પ્રાપ્ત કરતાં સપ્તમ ગુણસ્થાનક સુધી પહોંચેલો હોય છે. અહીં યમ-નિયમ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org