________________
૩૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં બહુ વિસ્તારપૂર્વક ચચ્યું છે. કુતર્કગ્રહથી ચેતન તત્ત્વયુક્ત જીવને બોધરોગ, શમમાં અપાય, શ્રદ્ધાભંગ, મિથ્યાભિમાનાદિ ભાવશત્રુઓ અસ્તિત્વ રોકનાર છે. વેદ્યસંવેદ્ય પદમાં સર્વજ્ઞની શમપ્રધાન ચિત્તભક્તિ કરાતાં અતીન્દ્રિય વિષયનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે.
અત્યાર સુધી ચર્ચલી ચાર દષ્ટિમાં ઓછાવત્તા અંશે અભિનિવેશ રહે છે, કાં તો પોતાની માન્યતા સત્ય માની ચાલે છે, કાં તો શિષ્ટ પુરુષની યોગ્ય પરીક્ષા કર્યા વગર ગમે તેને અનુસરાય છે, કાં તો સૂક્ષ્મ બોધ વગર એકલા તર્કથી અનવસ્થા ઉત્પન્ન કરાય છે. આવા અવેદ્યસંવેદ્યપદમાં રહેલા જીવની ભવસ્થિતિ પરિપક્વ થાય ત્યારે સૂક્ષ્મ બોદથી વેદ્યસંવેદ્યપદ પામે છે.
અનાદિ મિથ્યાત્વની ગાંઠને છેદવારૂપ અપૂર્વકરણ અને ત્યાર પછી અનિવૃત્તિકરણ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિથી સંસારની મર્યાદા બંધાઈ જાય છે, જે પ્રથમ ચાર દૃષ્ટિમાં રહેલા જીવને પ્રાપ્ત થવાની ભજના છે. આયુષ્ય સિવાયના સાતે કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડ સાગરોપમથી કંઈક ન્યૂન થતાં યથાપ્રવૃત્તિકરણ સુધી પહોંચાય. જે સ્થિતિ અભવી તથા દુર્ભવી અનેકવાર પ્રાપ્ત કરે છે. પરંતુ મિથ્યાત્વને લીધે આગળ વધી શકતા જ નથી. જ્યારે જીવ ચરમ પુદ્ગલપરાવર્તમાં આવે છે ત્યારે તેને પ્રથમની ચાર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને ગ્રંથભેદ કરી અનિવૃત્તિકરણ થતાં અર્ધપુદ્ગલપરાવર્તકાળની અંદર જરૂર મોક્ષ પામી શકે છે.
પાંચમી દૃષ્ટિ જેને સ્થિરદૃષ્ટિ કહેવાય છે તે પ્રાપ્ત થતાં ચોક્કસ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તેનામાં ઊંચામાં ઊંચા ગુણો ન્યાયસંપન્ન વિભવ, દાક્ષિણ્ય, દયા, વડીલોને સન્માન વગેરે પ્રથમની ચાર દૃષ્ટિમાં આવી જાય છે. માર્ગાનુસારી થતાં જ નીતિના ઊંચામાં ઊંચા તત્ત્વો તેનામાં આવી જ જાય છે. ચતુર્થ દૃષ્ટિને અંતે સામર્મયોગનો એક પ્રકાર જે ધર્મસંન્યાસ કહેવાય તે સિદ્ધ થયેલો હોય છે. સામાન્ય રીતે તત્ત્વથી ધર્મસંન્યાસ છઠ્ઠા ગુણસ્થાનકની શરૂઆતમાં અને આઠમાં ગુણસ્થાનકના કાળમાં લબ્ધ થાય છે. આ દૃષ્ટિમાં તત્ત્વબોધ રત્નપ્રભા તુલ્ય હોય છે. જેટલો બોધ થાય તેટલો દીર્ઘકાળ ટકી રહે છે. પ્રથમની ચાર દષ્ટિ કરતાં અહીં બોધ બહુ સ્થિર થાય છે. જીવને સાધ્યનો સાક્ષાત્કાર થાય છે. અત્યાર સુધી તત્ત્વજ્ઞાન તથા સર્વજ્ઞની શિષ્ટાદૃષ્ટિમાં શંકા રહેતી હતી તે વિરામ પામે છે. જીવની પ્રવૃત્તિ ઇન્દ્રિયોમાં પશુતુલ્ય હતી, વિષયમાં આસક્તિ હતી, પુગલમાં લોલુપતા હતી તે ઘટી જાય છે. શ્વેષી પ્રકૃતિનો વિજય થાય છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org