________________
યોગદ્યષ્ટિમાં મિથ્યાત્વમોહનીય
૩૫
માલમ પડે છે. તૃષ્ણા જે અનેકાનેક દુઃખ તથા પ્રપંચોનું કારણ તથા ઉદ્ગમ છે તે અહીં વિલીન થતી રહે છે. દવેષ અને જિજ્ઞાસા ઉપરાંત હવે તેને શુશ્રુષા (શ્રવણ કરવાની મહેચ્છા) તત્ત્વશ્રવણેચ્છા અતિ સુંદર ઉત્પન્ન થતી રહે છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ પરિપૂર્ણ સામગ્રીવાલા યુવાન સાથે તેની સરખામણી કરી છે. અહીં બોધ છાણાના અગ્નિ કરતાં વિશેષ માત્રામાં કાષ્ઠાગ્નિ જેવો હોય છે. મિથ્યાજ્ઞાન હોવા છતાં પણ તે જીવ સમ્યગ્ બોધની સમીપ થતો રહે છે. અહીં ક્ષેપદોષ બીજામાં લલચાઈ જવું તે નષ્ટ થાય છે. સ્થિરતા પ્રાપ્ત થતાં શુભ કાર્ય કરવામાં જે ત્વરા–ઉતાવળ હતી તે વિલીન થતાં શાંતિ સૌમ્યતા ફૂગ્ગોચર થાય છે. અહીં તત્ત્વશ્રવણનો લાભ જો ન મેળવી શકે તો શુશ્રુષા ગુણથી જ તેનાં અનેક કર્મોનો ક્ષય થાય છે. આરંભેલા શુભકાર્યો સારી રીતે પૂર્ણતા પામે છે અને તેમાં વિઘ્નો નડતાં નથી. અંતરાય થતો જ નથી અને જો કદાચ થાય તો તેનું નિવારણ કરવાનું કૌશલ્ય મળી રહે છે, વિઘ્નો લાભમાં પરિવર્તિત થઈ જાય છે, ઇચ્છાપ્રતિબંધ થતો નથી. સાવદ્યત્યાગથી તથા ઇચ્છાપ્રતિબંધના અભાવથી ઉન્નતિક્રમ સારી પ્રગતિમાં ચાલે છે.
ચોથી દીપ્રાદૃષ્ટિમાં યોગના ચતુર્થ અંગ પ્રાણાયામનો લાભ થાય છે. બોધ અત્ર વિશિષ્ટ પ્રકારનો થાય છે, પ્રશાંતવાહિતાનો લાભ થતાં સ્મૃતિ સારી રહે છે. ઉન્નતિ એટલી બધી થાય છે કે પ્રથમ ગુણસ્થાનકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય છે. જીવ વિશિષ્ટ ઉન્નતિની સમીપ પહોંચેલો હોવાથી ઉત્થાનદોષના ક્ષયની નજીક પહોંચી જાય છે. અહીં શ્રવણ ગુણ પ્રાપ્ત થતાં ધર્મવૃક્ષના બીજના અંકુરો ફળરૂપે સહજ ઊગવા માંડે છે. ધર્મ ૫૨ એટલી બધી રુચિ થાય છે કે વ્યાવહારિક કાર્યો માટે અણગમો થાય છે, અરુચિ થાય છે. ધર્મ માટે પ્રાણ છોડવાની તૈયારી હોય છે. મિથ્યાત્વ હજી ક્ષીણ થયું ન હોવાથી સમ્યજ્ઞાન ગ્રંથીભેદપૂર્વકનું હોતું નથી; સૂક્ષ્મ બોધ નથી હોતો. ગુરુભક્તિના યોગથી સામર્થ્યથી તીર્થદર્શન ઇષ્ટ લાગે છે, તેની સમાપ્તિ થતાં સાધ્યપ્રાપ્તિનું કારણ બન્ને છે. અહીં અવેદ્ય સંવેદ્ય પદ હોવાથી સૂક્ષ્મ બોધ નથી હોતો, જે વેધ સંવેદ પદની પ્રાપ્તિ પછી થતો હોય છે; જે આત્મદ્રવ્યની સ્ફુરણા થકી સંપન્ન થાય છે.
ધર્મના વિષયમાં દેવ, ગુરુ, ધર્મ કર્મ, મોક્ષ, ફળ વગેરે માટે અનેકાનેક તર્ક, કુતર્કાદિ થતાં રહે છે. ચોથી દૃષ્ટિમાં એવેદ્યસંવેદ્ય પદ પર વિજય કરવો. પ્રથમની ચાર દૃષ્ટિમાં સવેદ્ય સંવેદ્યપદનું લક્ષણ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org