________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ સર્વાશ હોય છે જ્યારે પ્રથમ-દ્વિતીય દૃષ્ટિમાં તે ઓઘ હતા. પંચમ દૃષ્ટિમાં તે જ્ઞાનપૂર્વક અને અતિવિશુદ્ધ હતો. તેથી સ્થલ પદ્ગલિક બાબતોનો તે વિચાર સરખો કરતો નથી, આધ્યાત્મિક બાબતોને જ સ્થાન આપે છે. બાહ્યાચાર અને ક્રિયા શુદ્ધ થતાં સર્વને પ્રિય બને છે. ધર્મમાં જ એકાગ્ર થવાથી તેના તરફ સૌ આકર્ષાય છે, કારણ કે તે ધર્મની અથવા ધર્મ સંબંધી વાતમાં મશગુલ રહે છે. ભોગનો ત્યાગ સર્વથા ન થયેલો હોય ત્યારે તે ચતુર્થ કે પંચમ ગુણસ્થાનકે શ્રદ્ધાવસ્થામાં પણ હોઇ શકે છે. સમ્યગ્દર્શન પામેલા તીર્થકરો પણ પૂર્વના ત્રીજા ભવે સમકિતી હોવા છતાં પણ લગ્ન તથા પુત્ર-પુત્રાદિ સંતતિ ધરાવે છે, રાજ્યાદિ ભોગો ભોગાવલિકર્મવશાત્ ભોગવે પરંતુ તે નિરાસક્તભાવે ભોગવતા હોય છે. તેથી અહીં પણ સાધ્યની નિર્મળતા હોવાથી ભોગવસેવનમાં વૃદ્ધિભાવ કે લોલુપતા નથી રહેતી; જેથી સંસારવૃદ્ધિને અવકાશ નથી. પુમકર્મના ઉદયે તેનાં ફળ ભોગવે પણ તે આસક્તિ વગર. તેના ઝેર વગર અને તેથી પ્રગતિ ચાલુ જ રહે છે. મિથ્યાત્વમોહનીય કર્મ જે અત્યંત મંદતમ થયું છે તે વગર આમ શક્ય નથી. અહીં ભોગ ભોગવવાની શુદ્ધ દષ્ટિને લીધે પ્રાકૃત મનુષ્યો નવાં કર્મ બાંધે ત્યારે આ જીવ કર્મની નિર્જરા કરે છે ! શ્રુતધર્મ પર રાગને લીધે ભોગ, માયા, મમતા પર વિજયની શરૂઆત હોવાથી આસગ દશામાં રહી શકે છે. અહીં ક્લિષ્ટ કર્મીપતિ થતી નથી, અગાઉની નષ્ટ થઈ જાય છે. ક્રમની આવક ઓછી અને નાશ વધારે હોવાથી સંસારસમુદ્રમાં તરીને ઉપર આવી જાય છે.
સાતમી પ્રભાષ્ટિમાં બોધ સૂર્યની પ્રભા જેવો હોય છે. અહીં જે બોધ થાય છે તે સ્થિર હોવાથી ધ્યાનનું નિમિત્ત બને છે. પાંચ યમની સુંદર પ્રતિષ્ઠા થયેલી હોવાથી વેરવૃત્તિનો અભાવ, સૌહાર્દભાવ રાખે છે. સંકલ્પ વિકલ્પનો ત્યાગ તથા પ્રશમસુખનો સ્વામી બને છે. ધ્યાન નામનું સાતમું યોગનું અંગ તે પ્રાપ્ત કરે છે. મીમાંસાધર્મ અત્રે પ્રતિપતિ એટલે આદરરૂપ ધારણ કરે છે. યોગમાં વૃદ્ધિ ઉપરાંત સર્વવ્યાધિનો ત્યાગ, બાહ્ય અને આત્યંતર વ્યાધિ કે ઉપાધિને અવકાશ જ રહેતો નથી. ચિત્તની અપૂર્વ સ્થિરતા એટલે શમસુખ જેનું વર્ણન કરવું અશક્ય છે, જે અનુભવગમ્ય હોવાથી સ્વાનુભવનો વિષય રહે છે, અપરિમિત આનંદ આપે છે અને તે ધર્મધ્યાન કે શુકલ ધ્યાનના પ્રકારનું ગણી શકાય. તેને અસંગ અનુષ્ઠાન સુલભ બને છે. જે સાતમી દૃષ્ટિમાં સુલભ બને છે. અસંગ અનુષ્ઠાન સાંખ્યની પ્રશાંતવાહિતા, બોદ્ધનો વિભાગપરિક્ષય, શૈવનો શિવવત્મ અને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org