________________
યોગદષ્ટિમાં મિથ્યાત્વમોહનીય
૩૯
યોગીઓના ધ્રુવાા (ધ્રુવમાર્ગ)ને મળતું આવે છે. આત્મોન્નતિમાં તે બહુ વિકાસ દર્શાવે છે સાધ્ય અત્યંત નજદીક દેખાતું હોવાથી પહોંચી જવાની તમન્ના એટલી હોય છે કે તે સુખની કલ્પના આગળ દેવલોકના કે અનુત્તરવિમાનનાં સુખ કિંમત વગરના તુચ્છ જણાય છે. આ દૃષ્ટિ ઊંચી ઉન્નત દશા પ્રાપ્ત કરેલ સંસારવિક્ત સર્વવિરતિભાવ ધારણ કરેલા અપ્રમત્તને જ શક્ય છે. અહીં જરા સમજી લઇએ કે જીવ અનંતપુદ્ગલપરાવર્તન કરતો જ્યારે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં એટલે કે ચરમાવર્તમાં આવે, ત્યારે જીવની ઓઘદૃષ્ટિ મટીને યોગદૃષ્ટિ પ્રાપ્ત થતાં પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોમાં તદ્ભુતુ અનુષ્ઠાન પ્રાપ્ત થાય છે.
આઠમી પરાદૃષ્ટિમાં સમાધિ નામનું યોગનું આઠમું અંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આઠ દૃષ્ટિઓ સાથે યોગના આઠ અંગોનું સહચારિત્વ પ્રસ્થાપિત કરી શકાય છે. જૈન દૃષ્ટિએ સમાધિ વિષે વિચારીએ. શ્રીમદ્ યશોવિજયજી મહારાજા શાસ્ત્રવાર્તાસમુચ્ચયની વૃત્તિમાં કહે છે કે એક દ્રવ્યમાં એકાગ્રતા કરવી તેનું નામ સમાધિ છે. ધ્યાનમાં વિક્ષેપ કરનાર કારણોનો અભિભવ થાય છે. અહીં તેનો સર્વથા અભિભવ થાય છે. તે ત્યાં સુધી કે પછી પૂર્વ માર્ગમાં પાછી ગતિ થતી નથી. જે વિક્ષેપોનો ક્ષયોપશમ થયો હોય છે, શાંત થયા હોય છે, કંઈક અંદર ગુપ્ત રહ્યા હોય તેનો સર્વથા અભિભવ થાય છે. આ દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જેવો સૂક્ષ્મ બોધ થાય છે; સતત ચાલુ રહે છે, સૂર્યની પ્રભા પેઠે આંખને આંજી નાંખે તેવો નથી હોતો. પ્રવૃત્તિ ગુણ પ્રાપ્ત થતાં આત્મગુણમાં સંપૂર્ણપણે પરિવર્તન થાય છે. તેથી જીવ જે કંઈ ક્રિયા કરે છે તેમાં દૂષણ લાગતું નથી. ક્રિયામાં એટલો રસ આવે છે કે જે વર્ણતાતી હોઈ, બાહ્ય ક્રિયા ઉપયોગ શૂન્ય બની અંતરંગ પ્રવૃત્તિ ચાલતી હોવાથી બાહ્યાચારની વિચારણા નિરર્થક બની જાય છે. જેવી રીતે ઉપશમશ્રેણિ ક્ષપકશ્રેણિ વગેરે પ૨ આરોહણ કરાય છે તેમ જીવ અત્રે એક પ્રકારની ગુણશ્રેણિ પર આરૂઢ થઈ અનેકાનેક આત્મીય ગુણો સંપાદન કરે છે. જીવ જે જે ક્રિયા કરે છે તેમાં માનસિક દૂષ્ણ લાગતાં નથી. ઉપશમશ્રેણિ, ક્ષપકક્ષેણ વગેરે ૫૨ જેમ આરોહણ કરાય છે તેમ અત્રે પણ એક પ્રકારની આત્મિક ગુણોની ઉત્તરોત્તર વિકસિત શ્રેણિ પ૨ આરોહણ કરાતું જાય છે, આ દૃષ્ટિમાં જીવના વચનોનો વિલાસ, શરીરની ગંધ, તેની બધી જ વર્તણુંક ચંદનની સુવાસની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. ક્ષમાદિક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org