________________
રૂઢિર્બલીયાસી
૧ ૨ ૯ દરિશન શુદ્ધતા તેહ પામે. જ્ઞાનચારિત્ર તપવીર્ય ઉલ્લાસથી કર્મ જીતી વસે મુક્તિ ધામે.
આમ શુદ્ધ દર્શનને મોક્ષ પ્રાપ્તિનું કારણ બતાવાયું છે. સંસારમાં મનુષ્ય પ્રતિદિન દર્પણમાં પોતાનું મુખ જુવે છે. માથું બરાબર ઓળેલું છે? ચાંલ્લો ઠીક થયો છે, કપડાં વ્યવસ્થિત પહેરાવ્યાં છે. વગેરે. દર્પણમાં પોતાની ક્ષતિ-ઉણપ જુએ છે. ધાર્મિક જીવનમાં પ્રભુદર્શન પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પ્રભુની પ્રતિમારૂપી દર્પણમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાય. જિનપ્રતિમામાં દર્પણની જેમ આત્મિક દોષ-દુર્ગુણોરૂપી ક્ષતિઓને જોઈ શકાય. પરમાત્મામાં સ્વ–આત્મદર્શન કરવાની આ એક અદ્ભુત પ્રક્રિયા છે. આપણે અપૂર્ણ, અલ્પજ્ઞ, રાગ-દ્વેષી સર્વ દોષ, દુર્ગુણોથી ભરપૃર છીએ જ્યારે પરમાત્મા સર્વગુણ સંપન્ન, સર્વદોષરહિત સ્વદર્શી, વીતરાગી છે. ઉદયરત્નવિજયજી મહારાજે શાન્તિનાથ ભગવાનના સ્તવનમાં જણાવ્યું છે
સુણો શાંતિ નિણંદ સૌભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી તું મે નીરાગી ભગવંત, જોતાં કેમ મળશે તંત.
આની ૧૦ કડીમાં ઉદયરત્ન મહારાજે હું અને ભગવાન કેવાં છે તેનું સુંદર વર્ણન કર્યું છે. એક દુર્ગુણોનો ભંડાર છે જ્યારે બીજો સગુણ કેવાં અને કેટલાંક છે તે તુલનાત્મક રીતે પ્રતિપાદિત કર્યું છે. પૂ. યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથની અંદર પૂર્ણતાષ્ટકમાં પૂર્ણની પૂર્ણતા અને અપૂર્ણની અપૂર્ણતા ચિતરી છે.
આવા પ્રભુદર્શનનું અનુપમ અને અભુત વર્ણન અવધૂત યોગી પૂ. આનંદધનજી મહારાજે પોતાની ચોવીશીમાં વિશેષ કરીને અભિનંદન સ્વામીના સ્તવનમાં કર્યું છે. સંક્ષેપમાં આવા યોગી પણ પ્રભુદર્શન માટે તડપી રહ્યા છે. આ તડપ સ્વાતિ નક્ષત્રતા બિંદુને ઝંખતા ચાતક પક્ષી જેવી છે.
પૂજ્ય વીરવિજયજી મહારાજે ચોસઠ પ્રકારની પૂજામાં ૮ કર્મોના વિ,યમાં ૮ ભિન્ન ભિન્ન પૂજાની ઢાળો રચી છે. જેથી આને ૧૪ પ્રકારી પૂજા કહે છે.
ઉપર કહેલી ચર્ચા-વિચારણાના ફળસ્વરૂપ આ રીતે નિષ્કર્ષ પર આવી શકાય. આ સમયગાળો જે ૮૪ હજાર વર્ષોથી કંઈક ઓછો છે તે દરમ્યાન ભરતક્ષેત્રમાંથી મોક્ષ અશક્ય છે. પરંતુ આ દરમિયાન એવાં કંઈક જીવો હોઇ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org