________________ લેશ્યા કાપોત લેશ્યા, (4) તેજો વેશ્યા, (5) પદ્મ લેશ્યા, (6) શુકલ લેગ્યા.] શ્રી ભગવતીસૂત્ર ઉપરાંત શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરેમાં આ છ વેશ્યાઓ વિશે બહુ વિગતે વિચારણા કરવામાં આવી છે. લેશ્યાના મુખ્ય બે પ્રકાર છે : (1) દ્રવ્ય લેશ્યા અને (2) ભાવ વેશ્યા. દ્રવ્ય લેશ્યા પુદ્ગલરૂપ છે. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણો દ્રવ્ય લેગ્યામાં પણ છે. “પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૭મા પદમાં ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહ્યું છે કે દ્રવ્યલેશ્વા અસંખ્યાત્ પ્રદેશી છે અને તેની અનન્ત વર્ગણા છે. ભાવલેશ્યા અવર્ણી, અગંધી, અરસી, અસ્પર્શી હોય છે. ભાવલેશ્યા અગુરુલઘુ છે. ભાવલેશ્યા પરસ્પરમાં પરિણમન કરે છે. ભાવલેશ્યા કર્મ બંધનમાં કોઈ પ્રકારે હેતુરૂપ છે. એટલે ભાવલેશ્યા સુગતિનો હેતુ બની શકે છે અને દુર્ગતિનો હેતુ પણ બની શકે છે. દ્રવ્યલેશ્યા ભાવલેશ્યા અનુસાર જ હોય છે. છએ વેશ્યાઓ સૂક્ષ્મ હોવાથી છબસ્થને અગોચર હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં એના ચોત્રીસમા અધ્યયનમાં આ છ વેશ્યાનાં લક્ષણો આપ્યાં છે. એમાં કૃષ્ણ વેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે આપ્યાં છેઃ पंचासवप्पवत्तो तीहि अगुत्तो छसु अविरओ य / तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो / निद्धन्धसपरिणामो निस्संसो अजिइंदिओ। एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे / / [જે મનુષ્ય પાંચ આશ્રવ (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગ)માં પ્રવૃત્ત છે, ત્રણ ગુપ્તિમાં અગુપ્ત છે, છકાયની હિંસાથી નહિ વિરમેલો, તીવ્ર આરંભનાં પરિણામવાળો છે, શુદ્ર, વગર વિચારે કાર્ય કરનાર સાહસિક છે, ક્રૂર પરિણામવાળો, નૃશંસ કુટિલ ભાવવાળો) અને અજિતેન્દ્રિય છે-આ બધાથી જોડાયેલો તે જીવ કૃષ્ણ વેશ્યાનાં પરિણામવાળો છે.] નીલ વેશ્યાના લક્ષણો નીચે પ્રમાણે છે : इस्सा अमरिसअतवो अविज्जमाया अहीरिया य / गेही पओसे य सद्धे पमत्ते रसलोलुए साय गवेसए य / / आरंभाओ अविरओ खद्दो साहसिओ नरो / एयजोगसमोउत्तो नीललेसं तु परिणमे / / Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org