________________ 304 જૈન ધર્મના પુષ્પગુચ્છ | જિ મનુષ્ય ઇર્ષાળુ, કદાગ્રહી, અતપસ્વી, અજ્ઞાની, માયાવી, નિર્લજ્જ, વૃદ્ધ, ષી, શઠ, પ્રમત્ત, રસલોલુપ, સુખ શોધનાર (સ્વાર્થી), આરંભ કરવામાં ન અટકનાર, ક્ષુદ્ર, સાહસિક તથા આ બધામાં જોડાયેલો છે તે નિલલેક્ષામાં પરિણત થાય છે.] કાપોતલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છે : वंके वंकसमायारे नियडिल्ले अणुज्जुए / पलि चंग ओवहिए मिच्छदिट्ठी अणारिए / उप्फालगदुट्ठवाई य, तेने यावि य मच्छरी। एयजोगसमाउत्तो काउलेसं तु परिणमे / / [જે મનુષ્ય વાણી અને આચરણમાં વક્ર છે, કપટી છે, અસરળ, દોષોને છુપાવનાર, અભિમાની, પરિગ્રહ, મિથ્યાદૃષ્ટિ, અનાર્ય, દુષ્ટ વચન બોલનાર, ચોર, મત્સરી છે–આ બધાંથી જે યુક્ત હોય છે તે કાપત લેગ્યામાં પરિણત થાય છે.] તેજો લેગ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છેઃ नीयावित्ती अचवले अमाई अकुउहल / विणीयविणए दन्ते जोगवं उवहाण वं / / पियधम्मे दढधम्मे वज्जभीरु हिएसए। एयजोगसमाउत्तो तेऊलेसं तु परिणमे // જિ મનુષ્ય નમ્રતાથી વર્તનાર, અચંચલ, માયારહિત, અકૂતુહલી, વિનયમાં નિપુણ, દાન્ત, યોગી, ઉપધાન કરવાવાળો, ધર્મપ્રેમી, ધર્મમાં દઢ, પાપભીરુ, હિત ઇચ્છનાર-એ બધાંથી યુક્ત હોય તે તેજલેશ્યામાં પરિણત થયેલો છે.] પાલેશ્યાનાં લક્ષણો નીચે પ્રમાણે છેઃ पयणुक्कोहमाणे य मायालोभे य पयणुए / पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं / / तहा पयणुवाई य उवसंते जिइंदिए / एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे / / [જે મનુષ્યનાં ક્રોધ, માન, માયા અને લોભ અત્યંત અલ્પ હોય, ચિત્ત પ્રશાંત હોય, પોતાના આત્માનું દમન કરતો હોય, યોગી અને ઉપધાન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org