________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૫૪
દુઃખરૂપી કાંતારને સળગાવી મૂકવા માટે દાવાનલ સમાન છે કેમકે જીવનમાં ધર્મારાધના દ્વારા પ્રાપ્ત થયેલ યમ, પ્રશમાદિને જીવંત રાખવા માટે સમ્યગ્દર્શનની અનિવાર્ય આવશ્યકતા છે. સમકિતી જીવો આઠ યોગદૃષ્ટિમાંથી છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં આવે ત્યારે તેમનામાં વિષયોની અપ્રવૃત્તિ ન થઈ હોય. પ્રવૃત્તિશીલ હોવા છતાં પણ તેમનામાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે છે. કેમકે વંદિત્તુસુત્તની ૩૬મી ગાથા તેનું સમર્થન કરે છે. પૂજ્ય ન્યાય વિશારદ યશોવિજયજીએ અધ્યાત્મસાર પ્રબંધ ૨, શ્લોક ૧૫માં કહ્યું છે કે આક્ષેપકજ્ઞાનને લીધે ભોગ સમીપે રહ્યા છતાં પણ શુદ્ધિનો નાશ થતો નથી. આવું યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ કાન્તાદૃષ્ટિનું વર્ણન કરતાં જણાવ્યું છે. શ્રી આનંદધનજી મહારાજાએ આ સંદર્ભમાં બે સુંદર પદો આપ્યાં છે. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચય તથા હિતોપદેશમાલા ૧૬-૧૭ માં તેને ધર્મવૃક્ષનું મૂળ, ધર્મનગરનું પ્રવેશદ્વાર, ધર્મરૂપ પ્રાસાદની પીઠ તરીકે ઉપશમરસના ભાજન તરીકે અને ગુણરત્નના નિધાન તરીકે વર્ણવ્યું છે.
આ ચર્ચા વિચારણાના અનુસંધાનમાં સમકિત અંગે થોડી માહિતી મેળવવી રહી. મુખ્ય ત્રણ સમકિત છે જેવાં કે ઉપશમ, ક્ષાયોપશમિક અને ક્ષાયિક, જે મોક્ષ પહેલનો દરવાજો ખોલવાની સોનેરી ચાવી છે. જેમ પાણીમાં પડેલો પત્થર પ્રવાહમાં અથડાતો, કૂટાતો સમય જતાં ગોળ થઈ જાય તેમ સંસારની નદીમાં પડે તો અનાદિકાળથી કૂટાતો, પરિભ્રમણ કરતો જીવ જે અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળથી કર્યે જાય છે તે શારીરિક, માનસિક દુઃખો ભૂખ, તરસ, તાપ, છેદન, ભેદનાદિ કષ્ટો સહન કર્યે જતાં અકામ નિર્જરા રૂપે પાણીથી ઘસાઇને રાગ-દ્વેષ રૂપથી ઉત્પન્ન થયેલા અનંતાનુબંધી ચતુષ્કોણ તથા ત્રણ મોહનીય એ ૭ કર્મપ્રકૃતિ રૂપ ગ્રંથીને રાખથી ભરેલા અગ્નિની જેમ ઉપશમાવે, ઢાંકે પરંતુ સત્તામાં રહેલી પ્રકૃતિ તેમ જ રહે તેને ઉપશમ સમકિત કહે છેઆવી ઉપશમ શ્રેણિ કે ઉપશમ સમકિત અંતર્મુહૂર્તનું હોય છે. આવું સમિકત સર્વ ભવાશ્રયી જીવને જઘન્ય એક વા૨ અને ઉત્કૃષ્ટ પાંચ વાર આવે. આ વાત નવપદની ઓળી વિષયક ગ્રંથ શ્રી શ્રીપાલ રાજાના રાસમાં પણ જોવા મળે છે. (ખંડ ૪, ૧૧મી ઢાળ ૨૭-૩૦)
જો આ સમક્તિનો કાળ પૂરો થઈ જાય એટલે કાં તો તે ક્ષાયોપશમિક સમકિતમાં જાય; નહિતર પડિવાઈ થઈ જતાં સાસ્વાદનમાં કે પહેલા ગુણસ્થાનકે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org