________________
કયો જીવ કયા ગુણસ્થાનકે મોક્ષ પામે
૧૫૩ સમકિત એ મોક્ષ મહેલમાં પહોંચવાનો દરવાજો છે. ધર્મપાલન, ધર્મારાધના, ધર્માચરણ માટે સમ્યકત્વ એક અતિ અગત્યની વસ્તુ છે. તેના વિના સમ્યગુજ્ઞાન ન મળે, તે વગર સમ્યક્રશ્ચારિત્ર ન મળે અને સમ્યક્રચારિત્ર વિના સકલ કર્મોનો નાશ અશક્ય છે. સમ્યકત્વ એ પાયાની વસ્તુ છે. તો આજથી સર્વ ધર્મકલાપો તે પ્રાપ્ત કરવાના હેતુથી કરવા જોઇએ જેમકે પ્રભુદર્શન, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચકખાણ, ઉપવાસ, ધ્યાન, દાન વગેરે સર્વ આચરણો, માત્ર સમકિત મેળવવા માટેના ઉદ્દેશ્યથી કરવાં. ભલે આ જાતનું ગાંડપણ કે વળગણ બીજાને હાસ્યાસ્પદ લાગતું હોય. સમકિત એ ગાડીને જોડેલા એન્જિન સમાન છે. તે વગર ગાડી નકામી છે, ચાલી જ ન શકે. તેમ સમકિત રૂપી એકડા વિના સર્વ ક્રિયાકલાપો શૂન્ય છે. તેની કંઈ કિંમત નથી. સમકિતરૂપી એકડો આગળ લાગે તો ટ્રેઈનના એન્જિનની જેમ શુન્યની કિંમત ૧૦, ૧૦૦, ૧૦૦૦, લાખ, અબજ, પદમ સુધીની છે. તેથી તેના જેવું કોઈ રન નથી. સમ્યકત્વ રત્ન ચિંતામણિથી વધારે મહત્ત્વનું છે.
જૈન દાર્શનિક ગ્રંથોમાં તેનું વર્ણન અનેક રીતે કર્યું છે. સમ્યગુદર્શનને દર્શન, મુક્તિબીજ, સમ્યકત્વ, તત્ત્વઅનુસંધાન, દુખાંતકૃત, સુખારંભ કહેવાય છે. ચરમાવર્તકાળમાં સમ્યગુદર્શન તથા ભવ્યત્વનો પરિપાક થયો હોય છે તેવા જીવો હોય છે. શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી કહે છે કે
સંસાર સાગરાઓ ઉમ્બુડા મા પુણો નિબુડિજા !
ચરણકરણ વિખૂહીણો બુહઈ સુબહુપિ જાણતો || વળી પ્રતિક્રમણની વંદિતુ સુત્તની ૩૬મી ગાથામાં આમ કહ્યું છે કે
સમ્માદિઠી જીવો જયવિ પાવ સમાચરે કિંચિત્ |
અપ્પોસિ હોઈ બંધો જેણે ન નિદ્ધસ કુણઈ || સમ્યગ્દદર્શનના વિવિધ દૃષ્ટિબિંદુઓથી વિચારતાં તેના અનેક પર્યાયો છે, જે આચાર્ય હરિભદ્રસૂરિશ્વરે ગ્રંથરત્ન “શાસ્ત્રવાર્તા સમુચ્ચય'માં આ પ્રમાણે આપ્યાં છે:- મુક્તિબીજ, સમ્યકત્વ, તત્ત્વસાધન, તત્ત્વવેદન, દુઃખાંતકૃત, સુખારંભ, તત્ત્વરુચિ, ધર્મવૃક્ષનું મૂળ, ધર્મનગરનું પ્રવેશદ્વાર, ધર્મરૂપ પ્રાસાદની પીઠ, ધર્મરૂપનગરના આધાર, ઉપશમરસના ભાજન, ગુણરત્નના નિધાન, રત્નદીપક, વૃત્તરૂપી વૃક્ષનું મૂળ, ધર્મનગરનું પ્રવેશદ્વાર. વળી સમ્યગ્દર્શન, યથાર્થદર્શન, આત્મદર્શન, મોક્ષમાર્ગનું દર્શન, તત્ત્વપ્રતીતિ એકર્થ શબ્દો છે. સમ્યક્તવ એ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org