________________
૧૯૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ ઉભયંપિ જાણઈ સોચ્ચા, જે સેય તે સમાયરે ! સંસારમાં બે પ્રકારના જુદી જુદી દિશામાં જનારા માર્ગો છે. એક સીધો માર્ગ છે ૧૪ ગુણસ્થાનકનો ૧૪ સોપાનનો જે મોક્ષ તરફ લઈ જનારો સીધો આસાન, સાધ્ય છે. બીજો માર્ગ ઊલટો અધોલોકમાં નીચે લઈ જાય છે. કેટલાંયે સાગરોપમનો કાળ જે અત્યંત દુઃખદાયી છે. વળી આ માર્ગ ઘાટીમાં ગોળ ગોળ ફરતો નીચેથી ઉપર, ઉપરથી નીચે એમ ચાર ગતિમાં ચક્રાવાવાળો છે, ભ્રમણ કરાવનારો છે.
પાપનો દુઃખદાયી માર્ગ શરૂઆતમાં મીઠો લાગે છે પરંતુ છેવટે અત્યંત દુઃખદાયી છે. તે માટે કેટલાંક દષ્ટાન્નો જોઈએ:
(૧) ભગવાન ઋષભદેવે પૂર્વ ભવમાં બળદના મુખ પર શિકું બાંધી દીધું જેની સજા ૧૩મા ભાવમાં ૪૦૦ દિવસ આહાર-પાણી વગર રહેવું પડ્યું.
(૨) મરીચીના ત્રીજા ભવમાં કુળમદ કરી નીચ ગોત્રકર્મ બાંધ્યું અને ૫,૬,૮,૧૦,૧૨ અને ૧૪ એ ૬ ભવ બ્રાહ્મણના યાચકના કુળમાં લેવો પડ્યો.
(૩) ૧૫મા ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં ગરમ સીસું નખાવી જે પાપ કર્યું તેનું ફળ ૨૭મા ભવમાં કાનમાં ખીલા ઠોકાયા અને સિંહને ફાડીને માર્યો તેનું ફળ ૭મી નરકમાં જવું પડ્યું.
(૪) મગધ સમ્રાટ શ્રેણિકે ગર્ભિણી હરણીનો શિકાર કર્યો તેથી અત્યંત ખુશ થઈને અનુમોદનાનું ફળ પહેલી નરકમાં જઈ ૮૨ હજાર વર્ષો સુધી મહાવેદના સહન કરશે. નિયમ છે કેઃ “કૃત કર્મ અવશ્યમેવ ભોક્તવ્ય, કલ્પકોટિ શતેરવિ.” નરકના વર્ષો પૂરા કરી ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થકર પદ્મનાભ થશે જેની મૂર્તિ અત્યારે ભારતમાં પૂજાઈ રહી છે.
(૫) ભૂમ ચક્રવર્તી અતિલોભમાં કમી નરકે ગયા. (૬) કોણિકે પિતા સમ્રાટ શ્રેણિકને જેલમાં ચાબુક મરાવડાવ્યા. આ ભયંકર પાપ તથા અન્ય પાપોના પરિણામે ૭મી નરકમાં જવું પડ્યું.
(૭) બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અસંખ્ય બ્રાહ્મણોની આંખો ફોડાવીને પાપ કર્યું તથા પૃથ્વીને નિર્બહ્મ કરાવાના પાપના ફળ રૂપે ૭મી નરકમાં જવું પડ્યું.
(૮) રાજકુમારીએ પોપટની પાંખો કાપી જે પાપ કર્યું તેની સજારૂપે પોપટનો જીવ શંખરાજા બન્યો અને રાજકુમારી કલાવતી બની ત્યારે શંખરાજાએ રાણીના બે હાથ કપાવ્યા.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org