________________
સવ્વપાવપણાસણો
૧૯૧
(૯) સાધ્વીજીનું મન હીરામાં રહી ગયું. અતિમોહને લીધે ઉપાશ્રયમાં ગરોળી થઈ ભટકવું પડ્યું.
(૧૦)નંદમણિયારને શેઠના ભવમાં ચોવિહાર અઠ્ઠમમાં રાત્રે પાણી પીવાનું મન થયું, આર્તધ્યાનમાં આયુષ્ય બાંધ્યું. મરીને પોતાની વાવમાં દેડકા તરીકે
ઉત્પન્ન થયા.
(૧૧) કમઠે પ્રથમ ભવમાં વૈરનું નિયાણું બાંધ્યું, સગા ભાઈને માર્યો, ભવિષ્યમાં પણ મારતો રહીશ આવી વૃત્તિથી મુનિહત્યાનું પાપ કરી કેટલીયે વાર નરકમાં ગયા.
(૧૨) અગ્નિશર્મા અને ગુણસેનના સમરાદિત્યચરિત્રમાં ભવોભવ ગુથ્રસેનને મારવાનું નિયાણું કર્યું જેની સજા ભોગવવા એકથી એક ભારે સજા ભોગવવા નરકગામી થયો.
(૧૩) દેરાણી-જેઠાણીના સંબંધમાં ભગવાનની પ્રતિમા કચરામાં ફેંકી જે પાપ કર્યું તેના ફળ સ્વરૂપે મહાસતી અંજનાને ૧૨ વર્ષ પતિનો વિયોગ સહન કરવો પડ્યો.
આ રીતે પાપોની સજા અચૂક ભોગવ્યે જ છૂટકો. મહાવીર સ્વામીએ અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ ‘કડાણ કમ્માણ, ન મોક્ખો અસ્થિ’
રત્નાકરસૂરિજીએ આદીશ્વર દાદાની સામે બેસી પોતાના બધાં પાપો ગળગળા થઈ પ્રગટ કર્યા. રત્નો જે ઉપધિમાં છુપાવ્યા હતા તે સહિત તેમણે રત્નાકરપચ્ચીસીમાં બધાં પાપોને પ્રગટ કર્યા, જેની નોંધ આપણી પાસે રત્નાકરપચ્ચીસી રૂપે અસ્તિત્વ ધરાવે છે. આમાં પૂજ્યશ્રીએ આંખોમાંથી અશ્રુધારા વહાવતા મન, વચન, કાયાના એક એક પાપનો એકરાર કર્યો છે.
આવી રીતે મહારાજા કુમારપાળ ભુપાલે પણ પોતે રચેલી આત્મનિંદા દ્વાત્રિંશિકારૂપ સ્તુતિ પ્રભુ સમક્ષ કરી તેમાં પણ પોતાના પાપોની સમાલોચના અને ક્ષમાયાચના માંગી છે. ૧૧મા અંગ વિપાકસૂત્રમાં દુઃખવિપાકમાં કરેલાં પાપોના ફળના ઉદાહરણો આપ્યાં છે.
તેથી ટૂંકમાં પાપો પ્રત્યે અપ્રીતિ કરવી અને ફરી તેવાં પાપોને ફરી ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ સાધનાનો ક્રમ છે. મન, વચન, કાયાના ત્રિવિધ પાપોની ત્રિવિધરૂપે ક્ષમાયાચના કરી શુદ્ધ થવું એ સાધનાનો ક્રમ છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org