________________
૨ ૧ ૨
જેને ધર્મના પુષ્પગુચ્છ ભગવદ્ગીતામાં કહ્યું છે તેમ “યથા વાસાંસિ જીણનિ પરિત્યજ્ય નવાનિ ગૃહ્યાતિ અપરાણિ દેહી’ તેમ ૮૪ લાખ યોનિમાં અનન્તા ભવો કર્યો જ જવાય છે.
આ વિષચક્રમાંથી બચવા માટે સુખેષણા ઓછી કરવી, ઘટાડવી, નિર્મળ કરવી. તે માટે આશ્રવ, સંવરભાવ, નિર્જરા, બંધાદિનું સાચું જ્ઞાન મેળવી કર્મોના અપાય-વિપાકો ઓળખી અજ્ઞાન ઘટતાં આત્માનું સાચું જ્ઞાન થતાં મોહ-મિથ્યાત્વને જવું જ પડે. ઉપરોક્ત સંસારનું સુખ મિથ્યા છે, ભ્રમણા સ્વરૂપ છે, મૃગજળ જેવું છે. તેનું યથાર્થ સ્વરૂપ ઓળખી તેમાંથી નિવૃત્ત થવું જોઇએ. મોક્ષના સાચા સુખ તરફ વળવું જોઇએ જે શાશ્વત કાલીન છે; જે વેદવા મન, વચન, કાયા, ઇન્દ્રિયાદિ કોઈ માધ્યમની જરૂરત નથી, જે કર્મની મહેરબાનીવાળું નથી, જે આત્માથી અનુભવાતું હોઈ, તેનું વર્ણન કરી શકાય તેમ નથી તે પૌગલિક નથી, પણ સાચું છે. પરંતુ જીવને અત્યાર સુધી મુખ્ય રાજા જેવા મોહનીય કર્મના હાથ સમાન રાગ-દ્વેષ વડે સંસારમાં રહેવું ગમ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના “કમ્મપયઠ” અધ્યયનમાં વીર પ્રભુએ કહ્યું છે કેઃ રાગો ય દોષો વિ ય કમ્મબીય'. રાગ અને દ્વેષ કર્મના બીજ છે. જેમ બીજ નષ્ટ થતાં ઝાડ ન રહે તેમ રાગ-દ્વેષ ક્રોધાદિ ૪ કષાયાદિ નષ્ટ થતાં મોહાદિ કર્મોના વિષચક્રમાંથી બચી જવાશે. તેમાંથી છૂટેલો જીવ સિદ્ધ-બુદ્ધ મુક્ત બનશે તો નિગોદના અંતિમ છેડે મોશે પહોંચાશે. સંસરણશીલ જે છે તેનું નામ સંસાર, અખંડરૂપે જન્મ-મરણના ચક્રાવામાં ગતિ કરવી તે છે સંસાર. તે હવે નિતાંત બંધ થઈ ગઈ.
બીજી રીતે વિચારીએ તો કર્મો જ મૂળ કારણ સંસારમાં ફરવા માટેનું છે; તેથી ૮ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું ચક્ર સંસાર અને કર્મોનું ચક્ર રચે છે તે બંને વચ્ચે અન્યોન્યાભાવે કાર્ય-કારણ ભાવ છે, જન્ય-જનકભાવ સંબંધ છે. તેથી કર્મો જ ન હોય તો મોક્ષ જ બાકી રહે છે. કર્મોનો સંસાર સાથે સંબંધ છે. મોક્ષ સાથે બિલકુલ વિપરીત ભાવે છે. તેથી આત્માનો મોક્ષ કર્મોના આધારે છે. તેથી જ જીવને મોક્ષ મેળવવો હોય તેમણે કર્મક્ષયનું લક્ષ રાખવું જોઇએ. કર્મક્ષય કારણ છે અને મોક્ષ કાર્ય છે. જન્મ, મરણ, દુઃખ, સુખ, સંપત્તિ, વિપત્તિ, દુઃખાવો, દર્દાદિ કર્મોદયના પ્રત્યક્ષ પુરાવા છે. એ ક્રમોનો જ સર્વથા સંપૂર્ણ સંક્ષય થઈ જાય તો શરીર અને આત્માનો સર્વથા વિયોગ થઈ રહે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org