________________
આત્મતવ
૨ ૧૧
રાજઋષિ, સત્તા, સંપત્તિ, સુખ, સ્ત્રી વગેરે મળે ભોગવતા રહે અને તેમાં જ આનંદ માનતા રહે છે. યોગબિંદુ ગ્રંથમાં તેઓ વિષે આમ લખ્યું છે:
“શુદ્રો લાભ (લાભ) રતિર્દીનો મત્સરી ભયવાન શઠઃ |
અજ્ઞો ભવાભિનંદી સ્થાત્રિફલારંભ સંગત: || હવે જરા તેઓની વૃત્તિ અને પ્રવૃત્તિ તપાસીએ. જીવો પાપ શા માટે કરે છે ? એક તરફ પાપ કર્મોના વિપાકોથી અજાણ છે માટે, બીજી બાજુ પાપો આચરવાથી સુખ મળે છે, એવી નિરર્થક માન્યતાથી સુખપ્રાપ્તિની લાલસા વધારે છે. સુખેષણા ખૂબ હોય છે. ખોટું બોલવાથી સુખી થવાય, ચોરી કરવાથી સાધન સામગ્રી-ધનલક્ષ્મી મળે. મૈથુન સેવવામાં વિષયસુખની તૃષ્ણા મનમાં ઉંડે ઉડે પડી હોય છે. તે માટે સ્વસ્ત્રી, પરસ્ત્રી, વેશ્યા, કુમારિકા, વિધવા ગમે તે ચાલે. પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો ભોગવવા તલપાપડ રહે છે. માહમોહને આધીન થઈ દરિયાદિનો ઉપયોગ ૯૯ ટકા મનોરંજનસુખાનુભૂતિ માટે જ કર્યો છે. સુખની લાલસા જ પ્રેરક બળ છે.
બીજી બાજુ મહામોહ અને મિથ્યાત્વાદિ કષાયો આત્માની સાથે અનાદિ કાળથી કર્મરૂપે ચોંટેલા છે. અનંતાનંત ભવોમાં એક પણ ઇન્દ્રિય ન મળી હોય તેવું નથી. એક થી પાંચ મળી હોય છે. પાંચ ઇન્દ્રિયોથી ૫ વર્ણ + ૨ ગંધ + ૫ રસ + ૮ સ્પર્શ + ૩ ધ્વનિ = ૨૩ વિષયો ઇન્દ્રિયોથી ભોગવાય છે.
વળી અનંતકાળમાં દુઃખ ઉદયમાં આવે ત્યારે જેટલાં નવાં કર્મો બંધાય તેથી ઘણા વધુ સુખોદયમાં બંધાય છે. અનેક ગણા નવા બાંધ્યા. વર્તમાન સમયમાં જુઓ, ક્યો વર્ગ વધુ કર્મો બાંધે છે ? સુખી કે દુઃખી? જેમની પાસે ધન-સંપત્તિ-સાધન-સામગ્રી સવિશેષ છે, વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે તેવા ધનિક વર્ગને દારૂ, જુગાર, વેશ્યાગમનાદિ પાપો સુલભ થઈ જાય છે. સમજવાની વાત તો એ છે કે મિથ્યાત્વ મોહનીયની પ્રચુરતાથી ખરડાયેલા જીવો આ પાપોને પાપરૂપ જોવા, માનવા, સમજવા પણ તૈયાર નથી. તેઓ માને છે કે પૈસાથી પરમેશ્વર પણ પામી શકાશે. અત્યારે તરત સુખોપભોગ કરી શકાય છે ને ? મજા માણી અને કરી લીધી ને ? પરંતુ આ મિથ્યાવૃત્તિ છે. સદંતર ખોટી વૃત્તિ છે. ઉપરથી દેખાતાં સુખો, મજા, માત્ર સુખાભાસ છે. મતિભ્રંશથી તે બધું વ્યાજબી સારું લાગે છે. પાપજન્ય સુખો અને સુખજન્ય પાપોનું આ ભયંકર કોટિનું વિષચક્ર ચાલ્યા જ કરે છે, ચાલતું જ રહેશે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org