________________
૨ ૧૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ જ્યારે તે ગુરુ ભગવંતો પાસેથી સિદ્ધનું સ્વરૂપ સમજે ત્યારે સાચું શુદ્ધ સ્વરૂપ ઓળખી હું પણ સિદ્ધાત્મા છું એવું, અજર, અમર, નિત્ય, શાશ્વત, નિરંજન, નિરાકાર તથા રૂપ, રંગ, આકાર પ્રકારહીન છું. અશરીરી અરૂપી અત્યારે સશરીરીરૂપી બની કર્મો નચાવે તેમ નાચતો રહ્યો છું, ગુલામી ભોગવી રહ્યો છું. સકર્મી માની બિચારાપણાની દયનીય સ્થિતિ ભોગવું છું. મારી આ ભવાભિનંદીપણાની અવસ્થા છે. સંસારની ૪ ગતિમાં ૮૪ લાખ યોનિમાં સંસારચક્રમાં અનંત પુદ્ગલપરાવર્ત કાળ વીતી ગયો. કર્મની થપાટો ખાધી પરંતુ સમજ્યો નહીં, સાચું ભાન થયું નહીં. તે માટે અધ્યાત્મયોગી પૂ. હરિભદ્રસૂરિ મહારાજે ભવાભિનંદી માટે જણાવ્યું છે -
“ભવાભિનંદિનઃ પ્રાય સ્ત્રિસજ્ઞા એવ દુઃખિતાઃ
કેચિ ધર્મકતોડપિ સુર્લોપંક્તિ કૃતાદરાઃ | વ્યવહારમાં આદર-સત્કાર કરનારા લોકો હોય છે. તેથી આદર સત્કારના પ્રલોભન પ્રત્યે આકર્ષાઈ ધર્મ કરાય છે. તેવાં જીવો ત્રણ પ્રકારની સંજ્ઞાવાળા હોઈ પ્રાયઃ દુઃખ જ ભોગવે છે. તેવાં જીવોને ભવાભિનંદી કહેવાય અને આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા અને મૈથુનસંજ્ઞા એમ ત્રણ સંજ્ઞાઓ બતાવી છે. ભવ એટલે સંસાર અને આનંદીપણું આનંદ સૂચવે છે. તેઓને માટે આ સંજ્ઞાઓ ભવ વધારનારી છે. તેઓની એક જ વિચારધારા હોય છે : મસ્ત રહો, સુખ ભોગવો, આનંદમાં રહો. ટુંકમાં ચાર્વાકની જેમ તેમનો ઋણ કત્વા ધૃતં પિબેતુ” મુદ્રાલેખ હોય છે. કોઈ પ્રબળ નિમિત્તની અસરથી કે પ્રેરક પરિબળોના આધારે ધર્મ કરે તો પણ ભવાભિનંદીની ઉડે ઉડે સુખપિપાસા જ સંજ્ઞાનું જોર કરાવે છે. તેવા જીવો સુખોની વચ્ચે આવતાં અંતરાયો કે વિદ્ગો જે બાધક છે તેને દૂર કરવા ધર્મ એક સાધન છે તેમ છતાં પણ ધર્મારાધના ગૌણ બનાવી મૂકે છે. તેમને માટે બંને પ્રકારના ધર્મો લોકિક અને લોકોત્તર સરખા જ હોય છે. તેમને માટે સમ્યગૂ ધર્મ કે મિથ્યાધર્મ, વીતરાગી સર્વજ્ઞ દેવ કે રાગ-દ્વેષી દેવ-દેવીઓ સરખા ગણે છે. ગમે તે ગુરુ “સુ” કે “કુ' બંને સમાન છે. તેમને સુખલક્ષી બની ધર્મ કરવો છે, મોક્ષલક્ષી નહીં, તપ-ત્યાગલક્ષી નહીં. તેઓ મોક્ષલક્ષી નહીં પણ સંસારલક્ષી છે. તેઓ મહામોહની ગાઢ વૃત્તિઓની પ્રવૃત્તિમાં જીવન વ્યતીત કરે છે. લૌકિક ક્રિયામાં આનંદ પામનારા ભવાભિનંદી જીવો લોકપંક્તિમાં રહેનારા છે. સ્વર્ગ મળે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org