________________
આત્મતવ
૨ ૧૩
કર્માશ પણ ન રહે ત્યારે મોક્ષપ્રાપ્તિ જ ચરમલક્ષ્ય છે. માટે કર્મક્ષય સર્વ પાપોનો ક્ષય થવાથી, જે સૌ પ્રથમ લક્ષ છે, ત્યારે જ સાધક મોક્ષાર્થી મુમુક્ષુ કહેવાય. મુમુક્ષુના જીવનમાં સર્વ પાપોનો સર્વથા અભાવ જોઇએ જે પાપપ્રવૃત્તિ નષ્ટ થાય તો જ બને અને તે માટે બચવા તથા ભૂતકાળમાં પાપોને નષ્ટ કરવા ખપાવવા માટે ધર્મની વ્યવસ્થા છે, તેનું આચરણ છે. આવી મોક્ષપ્રાપ્તિની લગામ આપણા હાથમાં છે. આપણે સ્વયં કર્તા છીએ; બીજો કોઈ આવીને મોક્ષ આપશે એવું નથી. માટે જબરજસ્ત સુપુરુષાર્થ કરવો જ જોઇએ. આમ સર્વ પાપો ટળે. કર્મો સંપૂર્ણ ખપી જાય અને મોક્ષ અવશ્ય મળી જાય.
આપણને હવે ખબર પડવી જ જોઇએ કે જીવાત્મા શાશ્વત છે. આત્મા ત્રણે કાળમાં અખંડપણે રહે છે. સંકોચ વિકાસ તેનો મૂળભૂત લાક્ષણિક ગુણધર્મ છે. કીડીનો આત્મા સંકોચાઈ તેના શરીર જેટલો બને, હાથીનો હાથી જેટલો, રાક્ષસનો રાક્ષસ જેટલો. સંકોચ વિકાશ સ્વભાવાતર્ગત સ્થિતિ છે. તેની તેને વિશ્વવ્યાપી, વિભુ કહેવાય. આત્માને આવરણ કરનારા કર્મોમાં સૌથી વધારે કાળમર્યાદા મોહનીય કર્મની છે જે ૭૦ ક્રોડા ક્રોડી સાગરોપમની છે. જે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરું. એક કાળચક્ર જે ઉત્સર્પિણી અને અવસર્પિણીનું બનેલું છે. એનાં વર્ષો ૨૦ ક્રોડા ક્રોડી સાગરોપમ થાય તેથી
ચક્રોમાં ૨૦+૨૦+૨૦+૧૦=૭૦ ક્રોડા ક્રોડી થાય. આથી આ ક્રમમાં ૩ાા કાળચક્રો પસાર થઈ જાય ! કેટલો મોટો સમય ! (આત્માનું) તેનું અસ્તિત્વ અનાદિકાળથી ભવિષ્યમાં અનંતકાળ સુધી રહેવાનું છે. જે અજર અમર છે, અભેદ્ય, અછેદ્ય, અદાહ્ય, અકાર્ય, અખંડ દ્રવ્ય છે. ગીતામાં પણ આત્માને અજર, અમર, અકા, અદાહ્ય વગેરે ગુણધર્મોવાળો બતાવ્યો છે. તેથી આત્માનો ખંડ પડતો નથી, ટુકડા થવા તો દૂર રહ્યા પરંતુ તેના અસંખ્ય પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ અનંતકાળે પણ છૂટો પડતો નથી.
નરકમાં ભયંકર કક્ષાના પરમાધામીઓ નારકી જીવોના રેતીના કણકણ જેવડા ઝીણાં ટુકડે ટુકડા કરે તો પણ આત્માના પ્રદેશો અલગ થઈ જતા નથી. તેમના વેક્રિય શરીરની રચના જ વૈક્રિય કક્ષાની હોઈ પારાની જેમ બધા અંગો ફરીથી એકત્રિત થઈ જાય છે; તેથી નારકી જીવ અખંડ શરીરવાળો થઈ ઊભો થઈ જાય છે. જો આત્માના પ્રદેશો છૂટા પડી જતા હોય તો અનંતાભવ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org