________________
૨ ૧૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ કે કાળ પછી આત્માનું અસ્તિત્વ જ ન રહ્યું હોત. પ્રદેશોના અભાવમાં દ્રવ્યરૂપ આત્માનું અસ્તિત્વ જ ન રહેત. આપણે મનુષ્યો છીએ. છેક નિગોદાવસ્થામાંથી ઉત્ક્રાન્તિ થકી અનંતા ભવો કરી મનુષ્ય થયા છીએ. આત્મ પ્રદેશો નષ્ટ થઈ જાય એવી વિચારણા નિરર્થક છે કેમકે આજે પણ આપણો આત્મા જન્મ લઈ શરીર ધારણ કરીને જ રહ્યો છે ને ? આ પ્રત્યક્ષ પુરાવાથી સિદ્ધ થાય છે કે એક પણ આત્મપ્રદેશ નષ્ટ થયો નથી, છૂટો પડતો નથી. જડ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો છૂટા પડી જાય છે. તેમાંથી છૂટા પડતાં પડતાં ઠેઠ અણુ પરમાણુ રૂપે પરિણમે છે. પરમાણુનું ચયાપચય થતું જ રહે છેઃ પર્યાય પરિવર્તન ઉત્પાદવ્યય-ધ્રૌવ્યના આધારે થાય છે. છતાં પણ દ્રવ્ય સ્વરૂપે પરમાણુ પણ નિત્ય સ્વરૂપે છે, ધ્રુવ છે. આ રીતનું સંસારના જડ-ચેતન બંને દ્રવ્યોનું સ્વરૂપ છે. આ બે દ્રવ્યો જ સંસારના ઘટક દ્રવ્યો છે. તે સિવાય ત્રીજા કોઇનું અસ્તિત્વ જ નથી. તેથી સંસાર ચાલુ રાખવા ઈશ્વર જગતના કર્તા છે તે માનવું નિરર્થક છે.
સમગ્ર સંસાર કે દુનિયા આકાશ દ્રવ્યમાં સમાવિષ્ટ થયેલી છે. આકાશ બે પ્રકારે છે. ૧ લોકાકાશ, ૨. અલોકાકાશ. બંને મળીને આકાશ પ્રદેશો અનંત થઈ જાય છે. અલોકાકાશ અનંત, અસીમ, અપરિમિત, અમાપ છે; જ્યારે લોકાકાશ સીમિત, પરિમિત, સાત્ત છે. છેડાવાળો એટલે કે અંતવાલો છે. લોકાકાશ માત્ર ૧૪ રાજલોક પ્રમાણ છે. ઉર્ધ્વ દિશામાં તેનો અંત આવી જાય, અધોદિશામાં પણ અંત આવે છે, માટે સાંત છે. ડાબે-જમણે તિર્યક દિશામાં ક્યાંક ૭, ૫, ૩, ૨, ૧ રાજનું અંતર છે. આગળ અલોક છે. ૧૪ રાજલોક બે પગ પહોળા કરી કેડે હાથ રાખેલા માનવ જેવો બતાવાય છે.
જીવ દ્રવ્ય અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય દ્રવ્યોમાં થોડી ઘણી સમાનતા છે. એ આંશિક સાદ છે. ત્રણેય એક, અખંડ, પ્રદેશ છે. આ લોક પરિમિત અજીવ દ્રવ્ય છે, પણ અસંખ્ય પ્રદેશવાળું દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશોમાંથી એક પણ પ્રદેશ અનંત કાળે પણ છૂટો પડતો નથી.
આત્મા પણ અસંખ્ય પ્રદેશવાળો અખંડ સ્વતંત્ર દ્રવ્ય છે. એમાં એવા પ્રકારની સંકોચ-વિકાસશીલતાની વિશેષતા છે તેથી તે ગમે તેટલો નાનો તથા મોટો થઈ શકે છે. ત્રણેમાં અસંખ્ય પ્રદેશો છે. સંકોચ-વિકાસ જેવી વિશિષ્ટતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાયમાં કોઇમાં નથી. લોકાકાશ જેટલા અસંખ્ય પ્રદેશો ચેતનાત્મામાં હોવા છતાં
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org