________________
આત્મતત્વ
૨ ૧૫
---
-
--
-
----
પણ તે સંકોચીને એક કોડીમાં, નાના અમીબામાં, કાચા પાણીમાં પલાળી રાખેલા મગમાં, ફળ આવેલા ધાન્યમાં, લીલીફગ જેમાં સોયની અણી જેટલા ભાગમાં અનંત આત્માઓ ભેગા થઈ રહે છે. છેલ્લી કક્ષાનું સ્વરૂપ સૂક્ષ્મ સાધારણ નિગોદનું છે જેમાં અનંત આત્મા ભેગાં થઈ રહેલા છે. આ સર્વજ્ઞ વચન છે. બુદ્ધિ-તર્કગમ્ય નથી, કલ્પનાતીત છે. એકત્ર પિન્ડીભૂત થઈ રહે છે તે સાંભળતાં અધ-ધ-ધ થઈ જઇએ. બીજી ખૂબી એ છે કે નિગોદમાં જે સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે છે જેમાં સંકોચીને સૂક્ષ્મીભૂત થઈ શકે છે તે જ આત્મા જરૂર પડે ત્યારે કેવલી સમુદ્યાત વખતે સંપૂર્ણ લોકાકાશ વ્યાપી પણ થઈ શકે છે. સંકોચ-વિકાસ વખતે આત્મ પ્રદેશો છૂટા, વિખરાઈ જતા નથી. કર્માધીન નાના મોટા શરીરમાં વિવિધ ગતિમાં ભમતાં રહેવું પડે છે.
ઉત્પાદ-વ્યયપણું દ્રવ્યમાં હોવા છતાં પણ ધ્રુવપણું કેવી રીતે સંભવે છે તે સ્પષ્ટપણે સમજવું પડશે. જેથી સર્વજ્ઞ વચન પર બહુમાન, અનહદ શ્રદ્ધા તથા પૂજ્ય ભાવ પ્રગટે છે. પંચાસ્તિકાયાત્મક જગત વિષે યથાર્થ વાસ્તવિકપણે નજર સામે સ્પષ્ટ થતાં ભ્રમણા, ભ્રાંતિ, અજ્ઞાનતા ટળી જાય. આવો વિચાર અન્ય દર્શનોમાં ક્યાંથી સંભવે ? છદ્મસ્થપણામાં સવજ્ઞ જેવું જ્ઞાન કેમ સંભવે ?
અન્ય ધર્મોમાં-દર્શનોમાં આવા સિદ્ધાન્તોનું નિરૂપણ, વિચારણા, પ્રરૂપણા જેવું કંઈ જ ન હોવા છતાં પણ પોતાના પ્રણેતા સર્વજ્ઞવાદી છે એવી માન્યતા છતાં પણ છબરડા વળ્યા છે. જેમકે આત્મા ક્ષણિક છે, તેનું સ્વરૂપ લુપ્ત થઈ જાય છે, કશું રહેતું નથી, આત્મા વિલીન થઈ જાય છે, શાશ્વત નથી. માત્ર પ્રકાશમય છે. સંખ્યાની દૃષ્ટિએ એક જ છે. અનંત આત્માઓ અસ્તિત્વ ધરાવતા નથી, તે સંભવે જ નહીં. અનંત શરીરમાં ઉપાધિ ભેદથી ભિન્ન ભિન્ન ભાસે છે. એક જ આત્માના પ્રતિબિંબો માત્ર ભિન્ન ભિન્ન શરીરમાં ભાસે છે. બાકી બીજાં બધાં જીવો તો માત્ર કઠપુતળી માત્ર છે. આત્મામાં પણ ઉત્પાદ-વ્યય થતાં જ રહે છે માટે એ પણ ક્ષણિક છે. આત્મા પણ નાશવંત છે. કાંદાબટાટા વગેરેમાં અનંતા જીવો જ નથી. આત્મા સંકોચ વિકાસ પામે જ નહીં. અનંતા ભેગા થઈ એક શરીરમાં કેવી રીતે સમાય ? કેવી રીતે રહે ? એવું સ્વરૂપ જ સંભવી ન શકે. મદ-શક્તિની જેમ આત્મા પણ ઉત્પન્ન થઈ શકે છે, નષ્ટ પણ થાય. ગુણ વગરનો છે. આત્મા માત્ર શક્તિ છે. આત્મા રૂપી છે,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org