________________
૩૩૪
જૈન ધર્મના પુષ્પગુચ્છ [સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગ બંધના સ્થાનોને (હેતુઓને) ક્રમ-ઉત્ક્રમથી મરણ પામીને જીવ સ્પર્શે ત્યારે ભાવ પુદ્ગલ પરાવર્ત થાય
સમસ્ત લોકાકાશના પ્રદેશ પ્રમાણે અનુભાગબંધના સ્થાનોને જીવ મરણ પામતો વ્યક્રમથી સ્પર્શે ત્યારે બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત થાય. ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયોમાં મંદ-મંદતર, તીવ્ર-તીવ્રતર એમ એમાં ઘણી તરતમતા હોય છે. કષાયના અધ્યવસાયથી કર્મબંધ થાય. કષાયોની તરતમતાને લીધે અસંખ્ય અનુબંધસ્થાનો થાય છે.
આ પ્રમાણે આઠે કર્મનાં પુદ્ગલોમાં રહેલા અસંખ્યાતા રસભેદોના પુદ્ગલપરમાણુઓને જીવ વ્યક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે બાદર ભાવ પરાવર્તન થાય અને ક્રમથી સ્પર્શે ત્યારે સૂક્ષ્મ ભાવ પરાવર્તન થાય.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ પ્રત્યેકનાં બાદર અને સૂક્ષ્મ એમ કુલ આઠ પ્રકારનાં પુદ્ગલ પરાવર્તન બતાવવામાં આવ્યાં છે, પરંતુ શાસ્ત્રકારો કહે છે કે બાદર અથવા પૂલ પરાવર્ત એટલે કે વ્યક્રમવાળાં પરાવર્ત તો સૂક્ષ્મ પરાવર્ત સમજવા માટે છે. જીવે જે પુદ્ગલ પરાવર્ત અનંતવાર કર્યા છે એ તો સૂક્ષ્મ જ સમજવાના છે.
દિગંબર પરંપરામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્ત ઉપરાંત પાંચમો ભવ પુદ્ગલપરાવર્ત ગણાવવામાં આવે છે. “સર્વાર્થ સિદ્ધિ' ગ્રંથમાં જણાવ્યું છે કેઃ
तत्र परिवर्तनं पंचविधं, द्रव्यपरिवर्तन, क्षेत्रपरिवर्तनं, कालपरिवर्तनं, भवपरिवर्तनं, भावपरिवर्तनं चेति ।
મિથ્યાત્વયુક્ત જીવ નરક ગતિનું ઓછામાં ઓછું આયુષ્ય ભોગવે ત્યાંથી તે પ્રમાણે અનેક વાર ભોગવ્યા પછી ત્યાં જ તે ગતિમાં જ્યારે આવે ત્યારે એક એક સમય વધારે આયુષ્ય ભોગવતો જઈ છેવટે નરક ગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવે, ત્યાર પછી તિર્યંચ ગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રમે ક્રમે ભોગવી ત્યાર પછી મનુષ્યગતિમાં જઘન્ય આયુષ્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ભોગવે અને પછી દેવગતિમાં પણ એ રીતે આયુષ્ય ભોગવે (જે દેવોને એક જ ભવ બાકી હોય તેમના આયુષ્યની ગણના કરી નથી.) ત્યારે જીવનું સંસારપરિભ્રમણનું એક ભવપરાવર્તન થયું ગણાય છે. ટૂંકમાં ચોર્યાશી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org