________________
૨૬૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ વચન આદેય હોવું જોઇએ એટલે કે ગ્રહણ કરવાનું મન થાય એવું હોવું જોઇએ. આચાર્યનું કર્તવ્ય અન્યને ધર્મ પમાડવાનું છે. એમનું વચન એમના આશ્રિત સાધુસાધ્વીમાં જ જો ગ્રાહ્ય કે સ્વીકારવા યોગ્ય ન થાય તો અન્ય લોકોમાં ક્યાંથી થાય ? માટે આચાર્ય મહારાજનું વચન આદેય હોવું જોઇએ. (૨) આચાર્યની વાણીમાં મધુરતા હોવી જોઇએ. સાચી અપ્રિય લાગે એવી વાત પણ પ્રિય રીતે કહેતાં આવડવું જોઇએ. અંતરમાં સર્વ જીવો માટે વાત્સલ્યભાવ હોય તો વાણીમાં મધુરતા આવ્યા વગર રહે નહિ. (૩) આચાર્ય મહારાજની વાણી રાગદ્વેષ-અનિશ્ચિત હોવી જોઇએ. એટલે કે રાગદ્વેષના આશ્રય વગરની હોવી જોઈએ. આચાર્ય ઉચ્ચ સ્થાને બિરાજતા હોવાથી કેટલીયે વાર એવા નિર્ણયો લેવાના આવે કે જે કદાચ કોઈ વ્યક્તિ કે જૂથને ન ગમે. પણ તેવે વખતે તેમણે પક્ષાપક્ષીથી દોરવાયા વગર તટસ્થ, ન્યાયયુક્ત, રાગદ્વેષરહિત નિર્ણય લેવો જોઇએ. (૪) આચાર્ય મહારાજની વાણી અસંદિગ્ધ વચનવાળી, શંકારહિત વચનવાળી હોવી જોઇએ. એમની વાણીથી બીજા ભ્રમમાં ન પડવા જોઇએ અથવા બીજાને ભ્રમમાં પાડવાના હેતુથી એવી ગોળ ગોળ વાત ન કરવી જોઇએ.
૫. વાચનસંપદા-આચાર્ય મહારાજ પોતાના શિષ્યસમુદાયને વાચના આપવામાં કુશળ અને સમર્થ હોવા જોઇએ. આ વાચનાસંપદાનાં ચાર લક્ષણો છે. (૧) વિધિઉદ્દેશ-વિધિપૂર્વક વાચના આપે. વિધિ ભિન્નભિન્ન પ્રકારની છે. શિષ્યોની યોગ્યતા અનુસાર વિધિ અપનાવવી જોઇએ. જે શિષ્યો આગળનું ભણતા જાય અને પાછળનું ભૂલતા જાય તેમને યોગ્ય રીતે ભણાવે. ઉત્સર્ગ અને અપવાદની વાત શિષ્યની યોગ્યતા જોઇને કરવી જોઇએ. પાત્રની યોગ્યયોગ્યતા જોઇને યોગ્ય કાળે યોગ્ય શાસ્ત્રોનું અધ્યયન કરાવવું જોઇએ. (૨) સમુદેશ—એટલે જે અધ્યયન કરાવ્યું હોય તેમાં શિષ્યો બરાબર સ્થિર થયા છે કે નહિ તે ચકાસતા રહેવું જોઇએ. (૩) વાચના વારંવાર આપવી–આચાર્ય મહારાજે વાચના આપવામાં પ્રમાદ ન કરવો જોઇએ. શિષ્યની યોગ્યતા અનુસાર વાચના વખતોવખત આપતા રહેવું જોઇએ. (૪) ગહન અર્થ સમજાવે–શિષ્યોની યોગ્યતા અનુસાર નય પ્રમાણે, નિક્ષેપથી નિર્યુક્તિ સહિત અર્થના ઊંડાણમાં લઈ જાય. તેઓ સામાન્ય અર્થ સમજવાવાળાને તે પ્રમાણે સમજાવે અને યોગ્ય અધિકારી વર્ગને તલસ્પર્શી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org