________________
ન
સ્થિરસમો -આચાર્યપદનો આદર્શ
૨૫૯ હોવી જોઇએ. (૧) બહુશ્રુતપણું હોવું જોઇએ. તેઓ આગમાદિ લોકો સર શાસ્ત્રોમાં જેમ પ્રવીણ હોવા જોઇએ તેમ શિલ્પાદિ લૌકિક શાસ્ત્રોના પણ જાણકાર હોવા જોઇએ. જૂના વખતમાં આચાર્યને બાર વર્ષ જુદા જુદા પ્રદેશમાં વિચરવારૂપ દેશાટન કરાવતા કે જેથી લોકજીવન, રીતરિવાજો ઇત્યાદિના પણ તેઓ જાણકાર બને. (૨) પરિજિનયુતપણું-એટલે શ્રુત એમનામાં ઉપસ્થિત હોવું જોઇએ. તેઓ જે શાસ્ત્રો ભણ્યા હોય તે ભૂલવા ન જોઇએ. ઘણું વાંચ્યું હોય પણ પ્રસંગે જો યાદ ન આવે તો તે શા કામનું ? (૩) વિચિત્રશ્રુતપણું એટલે આગમશાસ્ત્રોના જાણકાર ઉપરાંત બીજા અનેક વિષયોના અર્થાત્ સ્વસમય અને પરસમયના તેઓ જાણકાર હોવા જોઇએ. (૪) ઘોષવિશુદ્ધિ એટલે આચાર્ય મહારાજનો અવાજ સ્પષ્ટ હોવો જોઇએ અને એમના ઉચ્ચારો વિશુદ્ધ હોવા જોઇએ.
૩. શરીરસંપદા-આચાર્ય શરીરસંપદાયુક્ત હોવા જોઇએ. તેમના શરીરનો પ્રભાવ પડવો જોઇએ. તેઓ અતિ પૂલ, અતિ ઊંચા કે સાવ ઠીંગણા ન હોવા જોઇએ. (અલબત્ત તેમાં વિશિષ્ટ અપવાદ હોઈ શકે) શરીરની દૃષ્ટિએ તેમનામાં ચાર લક્ષણ હોવાં જોઇએ-(૧) તેમનું શરીર તેમને લજ્જા ઉપજાવે એવું ન હોવું જોઇએ. તેઓ હાથે ઠુંઠા હોય, પગે લંગડા હોય, કાણા કે આંધળા હોય, શરીરે કોઢિયા હોય તો પોતાના શરીરથી પોતે જ લજ્જા પામે, (૨) આચાર્ય મહારાજ પરિપૂર્ણ ઈન્દ્રિયોવાળા હોવા જોઇએ, તેઓ બહેરા, તોતડા, મંદ બુદ્ધિવાળા ન હોવા જોઇએ, (૩) આચાર્યનું શરીર-સંઘયણ મજબૂત હોવું જોઇએ. વારંવાર ભૂખ્યા થઈ જતા હોય, વારંવાર શૌચાદિ માટે જવું પડતું હોય, થાકી જતા હોય, ઘડીએ ઘડીએ માંદા પડી જતા હોય, સતત ઔષધોપચાર કરવા પડતા હોય, કાયમ વૈયાવચ્ચ કરાવવી પડતી હોય એવા આચાર્ય સમુદાય કે ગચ્છના નાયક તરીકે ન શોભે. (આચાર્યની પદવી મળ્યા પછી આવું કંઈ થાય તે વાત અલગ છે.).
૪. વચનસંપદા-આચાર્ય મહારાજની વાણીમાં એવા એવા ગુણો હોવા જોઇએ કે તેઓ વ્યાખ્યાન આપતા હોય, કોઈ વિધિવિધાન કરાવતા હોય કે અન્ય સાધુઓ કે ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરતા હોય ત્યારે એમનાં વચન માટે કોઈ ટીકા ન થવી જોઇએ, એટલું જ નહિ એની પ્રશંસા થવી જોઇએ. એ માટે ચાર મહત્ત્વનાં લક્ષણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. (૧) એમનું
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org