________________
૧ ૬ ૨
જૈન ધર્મના પુષ્પગુચ્છ પરકલ્યાણ-પ્રસન્ન, નિર્ભય, સરળ, પ્રાજ્ઞ, તત્ત્વદર્શી હોવાથી સફળ કાર્યારંભી હોય છે.
બોધિની પ્રાપ્તિ માટે પણ પંચકારણવાદ મહત્ત્વ ધરાવે છે. તે છે:-કાળ, સ્વભાવ, નિયતિ, ભાગ્ય અને પુરુષાર્થ. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિશ્વરજી કહે છે કે કલ્યાણ માર્ગ અપનબંધકાદિ જીવોથી આચરાયેલો છે. જેઓ ‘ક્ષીણપ્રાયકર્મ હોય છે, વિશુદ્ધઆશયવાળા હોય છે, ભવ અબહુમાની હોય છે અને મહાપુરુષો હોય છે. ક્ષીણપ્રાયઃકર્મ એટલે શુભ ભાવ દ્વારા આયુ:કર્મ સિવાય સમગ્ર કર્મોની સ્થિતિ સમગ્ર કાળસ્થિતિમાંથી કેટલાયે ક્રોડાકોડીનો ક્ષય કરી એક ક્રોડાક્રોડ સાગરોપમની અંદરની કરી મૂકે છે અને કર્મમળનો રસ મંદ કરી મૂકે છે. વળી મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી કષાય કર્મને ઘણાં ઘણાં મંદ કરી મૂકે છે. આથી આગળ વધતાં સમ્યગદર્શન પામેલા આત્માને તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ થઈ ગયો હોય છે. કર્મમળનો ક્ષય અત્યંત જરૂરી છે જેના થકી જ ગુણસ્થાનકની ભૂમિકા સર્જાય છે.
ભવ્યાત્માને સંસાર પ્રત્યે અભાવ જાગે, અરુચિ થાય, ભવનિર્વેદ થાય તો જ ભગવાન પર બહુમાન થાય. ભગવદ્ બહુમાનથી વિશિષ્ટ કર્મો-મિથ્યાત્વ મોહનીયાદિ કર્મોનો ક્ષયોપશમ થાય. ત્યાં અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ વગરે ધર્મોની પ્રાપ્તિ થાય. ગણધર ભગવંતે આ નમુત્થણ સૂત્રમાં અલૌકિક ઢબે આ વસ્તુ અત્રે જણાવી છે; જેમકે અભયદયાણ, ચકખ-દયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોદિયાણ બહુ ચમત્કારિક રીતે એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું અહીં રજૂ કર્યું છે. ખુબી આ છે કે બહુમાન બીજા કરતાં વીતરાગ અરિહંત પ્રત્યે કરાય તો અભયાદિ ધર્મથી માંડી ઠેઠ ઉપર સુધીનાં કલ્યાણ પ્રાપ્ત થઈ શકે. તેથી ભગવાન અભય-ચક્ષુ આદિ દાન કરવા દ્વારા જીવોના સમ્યક્વાદિ કુશળ કલ્યાણનું કારણ બને છે. તે બતાવવા સૂત્રકાર “અભયદયાણ' વગેરે પાંચ સૂત્રોમાં કહે છે. અભય યાને વિશિષ્ટ આત્મ સ્વાથ્ય જે તે પછીના ગુણો ચક્ષુ, માર્ગ, શરણાદિનું કારણ છે. આ વિશિષ્ટ આત્મ-સ્વાથ્ય ધૃતિ-ધર્ય સ્વરૂપ છે જે સર્વ સાધનાઓમાં નિતાંત જરૂરી છે. નિઃશ્રેયસ ધર્મો એટલે સમ્યગ્દર્શનાદિ મોક્ષસાધક ધર્મોની ભૂમિકા વૃતિ પર, ચિત્ત સ્વાથ્ય પર મંડાય છે. જ્યાં સુધી ભયની લોથ બેઠી હોય ત્યાં સુધી ધર્મરુચિ, ધર્માભિલાષા કેવી રીતે પ્રગટે ? તેથી અભય યાને વિશિષ્ટ આત્મ-સ્વાથ્ય જરૂરી છે. તેથી અભયદયાણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org