________________
બોદિયાણ
કહેવાય. કર્મના બંધન, સંક્રમણ. ઉદીરણા ઉપશમના ક્ષપણા કરે છે.
અભવ્યો પણ આવું કરીક્ષપણા થકી ગ્રંથિદેશે પહોંચે. આ કામ નદી ગોળપાષાણ ન્યાયથી થાય. અહીંથી ભવ્યો તથા અભવ્યો બંને પાછા પડી શકે છે. પરંતુ જે જીવ ઉત્સાહ-વીર્યથી તે લંધી જાય. મિથ્યાત્વને એટલે મંદ બનાવે. અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વરસઘાત, ગુણશ્રેણિ, અપૂર્વ ગુણ સંક્રમણ, અપૂર્વ સ્થિતિબંધ કરે ત્યારે શુદ્ધ અથવા ચરમ યથાપ્રવૃત્તકરણ થાય જે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણથી બેથી શક્ય બને છે.
ગ્રંથિદેશ સુધીના આભાસરૂપ અભયાદિ ગુણો સ્વોત્તર ચહ્ન આદિ ગુણને ઉત્પન્ન કરી શકતા નથી, પણ ગ્રંથિભેદ પછી અભય વગેરે ગુણ તે કરી શકે છે. પુનર્ધધક જીવોને ક્ષયોપશમ હોતો નથી. પણ સામાન્ય કોટિની વિશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. અપુનર્બધક જીવને જે વિશુદ્ધ પરિણામ જાગે છે એથી કર્મોનો ક્ષયોપશમ, અમુક પ્રકારનો નાશ પ્રાપ્ત થાય છે. જાણવું જોઇએ કે મિથ્યાત્વ અને કષાય મોહનીય કર્મના ક્ષયોપશમ વગર આગળ વધાય, ચઢાય નહિ. આ બે જબરજસ્ત દોષો દબાવ્યા વિના ઉપલી કક્ષાના ગુણો કેવી રીતે પ્રાપ્ત થાય ?
સમ્યગ્દર્શન માટે (૧) વિશુદ્ધ અધ્યવસાય દ્વારા મિથ્યાત્વાદિ કર્મોનો ક્ષયોપશમ, (૨) ઔદાર્ય-દાક્ષિણ્ય-પાપજુગુપ્સા-નિર્મળ બોધ-જનપ્રિયત્ન જેવાં લોકોત્તર ભાવોની સિદ્ધિ., (૩) વિષયસુખ, ધર્મ-અરુચિ, ક્રોધની ખણજ અને દૃષ્ટિસંમોહની નિવૃત્તિ, (૪) અભય એટલે આત્મસ્વાચ્ય, (૫) શરણ-તત્ત્વ જિજ્ઞાસા, સાચી શુશ્રષા, શ્રવણાદિ મેળવવું પડે.
અપુનબંધક દશા ચરમાવર્તકાળમાં જ થાય છે. ચરમાવર્ત એટલે હવે જેને મોક્ષે જવા માટે છેલ્લો પુગલપરાવર્તનો કાળ શરૂ થયો હોય. તેથી વધુ સંસારકાળને અચરમાવર્તકાળ કહેવાય. ચરમાવર્તમાં આવેલો જીવ ફરી પાછો અચરમાવર્તમાં જતો નથી. ભલે ચરમાવર્તમાં અનેકાનેક અસંખ્ય ભવો થઈ જાય !ચરમાવર્તમાં પ્રવેશેલો જીવ અલ્પજીવી જીવ કહેવાય છે. તેથી વધુ કાળ જેમને બાકી છે તેમને તત્ત્વજ્ઞાન સ્પર્શવાની યોગ્યતાના અભાવે તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. આથી તેઓને ત્યાજ્ય પદાર્થો ઉપાદેય નહિ છતાં ઉપાદેય તરીકે અને ઉપાદેયતત્ત્વ ત્યાજ્ય નહિ તે ત્યાજ્ય તરીકે જુએ છે. ચરમાવર્તકાળમાં આવ્યા પછી જ રુચે છે. અપુનબંધક જીવ ઉદાર, સંતુષ્ટ, સ્વકલ્યાણદર્શી,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org