________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
૧૬૦
અનિવૃત્તિકરણ. કરણ એટલે અદ્યુતમ વિકાસિત શુભ અધ્યવસાયની પરાકાષ્ઠા. આવા પ્રકારના વીર્ષોલ્લાસનું સ્ફુરણ રાગદ્વેષની તીવ્ર, મજબૂત ગ્રંથિ (ગાંઠ) જે પૂર્વે કદાપિ ભેદાઈ નથી તે હવે અપૂર્વકરણના પરાક્રમથી ભેદાય છે. રાગદ્વેષની જબરી પકડથી જીવે અનંતાનંત પુદ્ગલપરાવર્તો પસાર કર્યા છતાં પણ હતા ત્યાંના ત્યાં જ રહ્યા છીએ. જીવ, અભવ્ય જેવાં પણ, ‘નવપ્રૈવેયક’ સુધી જઈ આવ્યો, નિર્વિકાર જેવી સ્થિતિ પણ અનુભવી જ્યાં ઊંચી કોટિનું શાતાવેદનીય કર્મ ભોગવવાનું પરંતુ ત્યાં વિષય વિકાર નહિ, કષાય તો હોય જ શેના ! અભયદયાણં સંકેતિત સકલસત્ત્વ હિતાશય નથી જે પ્રતિજ્ઞા અને તે પ્રમાણેનું જીવન હોય તો જ ઘટી શકે. જેવાં કે સર્વાર્થસિદ્ધ અનુત્તરવાસી દેવો જેઓ વીતરાગ સમાન છે, નિર્વિકાર છે, જીવનભર હિંસાદિ પ્રવૃત્તિ રહિત હોવા છતાં સકલ સત્ત્વહિતાશયરૂપ ચારિત્રવાલા નથી કહેવાતા. સર્વાર્થસિદ્ધ-વિમાનના દેવો; દિવ્ય સામગ્રી જેમાં ઝુમખે ઝુંમખે ૬૪-૩૨-૧૬-૮ મણના મોતી લટકે, પવનની લહેર અથડાવાથી મધુરા સંગીત નાદ ઉત્પન્ન કરે, અવધિજ્ઞાનમાં નીચલા સ્વર્ગની ક્રીડા-વિલાસાદિમાં રક્ત દેવાંગનાઓને જોઈ શકે; છતાં પણ કશું જ જોવા, સાંભળવાદિનો વિકાર કે ઉત્સુકતા સરખી નથી. પ્રતિજ્ઞા વગરના હોવાથી ચોથા ગુણસ્થાનકે હોય તેથી તેમને એક માનવ ભવ ૩૩ સાગરોપમ પછી જ મોક્ષ મળે છે. કરેલાં કર્મોની કેવી કઠણાઈ ! તેથી અપૂર્ણકરણનો ભગીરથ પ્રયત્ન કરવાથી રાગ-દ્વેષની કારમી પકડમાંથી છૂટવા પ્રયત્નશીલ થવાનું રહે છે. ગ્રંથિભેદાતાં સમ્યગ્દર્શનનાં દર્શન થાય છે. જે પ્રગટતાં પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય નામના ગુણો પ્રગટે છે. એ પ્રગટે ઊલટા ક્રમથી એટલે આસ્તિક્યથી પ્રશમ સુધી.
બોધિ સુધીના પાંચ ગુણ જેવાં કે અભય, ચક્ષુ, માર્ગ, શરણ અને બોધિ અપુનર્બંધક આત્મામાં જ પ્રગટે. અપુનર્બંધક એટલે જે હવે સંસારકાળમાં ક્યારેય મિથ્યાત્ત્વાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો નથી. આવાં આત્માનાં સુલક્ષણો તીવ્ર ભાવે પાપ ન કરે, સંસાર પર બહુમાન, આસ્થા-પક્ષપાત ન રાખે, સર્વત્ર ઔચિત્ય જાળવે. આવો આત્મા જ અભય, ચક્ષુ, માર્ગ, શરણ મેળવે છે. જ્યાં સુધી બંધાયેલાં કર્મોની સ્થિતિ એક ક્રોડા કોડ સાગરોપમની હોય ત્યાં સુધી જીવ ગ્રંથિદેશથી સુદૂર હોય છે. તેમાં સંખ્યાતા પલ્યોપમની સ્થિતિ અંતઃક્રોડાક્રોડી ઓછી થતાં સહેજે યથાપ્રવૃત્તિકરણ થાય. આ સ્થિતિના સ્થાનને ગ્રંથિસ્થાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org