________________
સ્થિરસમો પૂરી-આચાર્યપદનો આદર્શ
૨ ૫૭. ચૌદ પ્રકારના પ્રતિરૂપ વગેરે, ક્ષમાદિ દશવિધ ધર્મ અને બાર ભાવના એ પ્રમાણે આચાર્યના છત્રીસ ગુણ થાય છે. આચાર્ય ભગવંતના આ છત્રીસ ગુણ માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ પંચ પરમેષ્ઠિ ગીતા'માં લખ્યું છે :
ચઉદ પડિરૂવ પમુહા ઉદાર, ખંતિ પમુહા વિશદ દસ પ્રકાર;
બાર ગુણ ભાવનાના અનેરા, પદ છત્તીસ ગુણ સૂરિ કેરા. વળી તેમણે નવપદની પૂજામાં લખ્યું છેઃ
વર છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે;
જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોવે રે. આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છેઃ (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, (૬) ધૈર્યવાન, (૭) ઉપદેશાતત્પર, (૮) અપરિશ્રાવી-સાંભળેલું નહિ ભૂલનાર, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાકર, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા.
ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે: (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય.
બાર ભાવના આ પ્રમાણે છેઃ (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન-ચણા વગેરેનું આયંબિલ કરે છે.
આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસમણાં દેવામાં આવે છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. દશાશ્રુતસ્કંધ'માં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org