________________ 288 જૈન ધર્મના પુષ્પગુચ્છ તેટલા જ આકાશપ્રદેશો બીજી અસંખ્ય નિગોદોએ તે જ સમયે અવગાહ્યા હોય તો તે નિગોદ અને બીજી તેવી સર્વ નિગોદો “સમાવગાહી' કહેવાય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તો દૂધના એક ભાગમાં સાકર વધારે અને બીજા ભાગમાં ઓછી હોય એવું નથી હોતું. દૂધમાં સાકર અન્યૂનાધિકપણે-તુલ્યપણે પ્રસરે છે. તેમ સમાવગાહી નિગોદો પરસ્પર એક પણ આકાશપ્રદેશની ચૂનાધિકતા વગર સર્વત્ર તુલ્ય ક્ષેત્રમાં અવગાહેલી હોય છે. આવી નિગોદોને “સમાવગાહી’ નિગોદો કહે છે અને સમાવગાહી નિગોદોના સમુદાયને “ગોળો' કહે છે. આવા અસંખ્ય ગોળા ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આમ, નિગોદના એક ગોળાના અવગાહક્ષેત્રમાં કેટલીયે નિગોદો સમાવગાહી હોય છે. પરંતુ તદુપરાંત કેટલીક નિગોદ સમાવગાહમાં એક પ્રદેશ ન્યૂન હોય છે, કેટલીક બે પ્રદેશ ન્યૂન હોય છે, એમ કરતાં કરતાં કેટલીક અસંખ્યાત પ્રદેશ ન્યૂન હોય છે અને છએ દિશામાં અવગાહેલી હોય અથવા વિપરીત ક્રમે જો ઇએ તો કેટલીક નિગોદો અમુક નિગોદના અવગાહક્ષેત્રના એક પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, કેટલીક બે પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય, એમ એ અસંખ્યાત પ્રદેશ ઉપર વ્યાપ્ત થઈ હોય. આવી એક એક પ્રદેશ હાનિવાળી અથવા એક એક પ્રદેશની વૃદ્વિવાળી નિગોદો વિષમાવગાહી' નિગોદ કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના છ એ દિશામાં હોય તે અખંડગોળો અથવા સંપૂર્ણ ગોળો કહેવાય છે. જે ગોળામાં વિષમાવગાહી નિગોદોની સ્પર્શના માત્ર ત્રણ દિશામાં જ હોય તો તે ખંડગોળો કહેવાય. આવા ખંડગોળા ફક્ત લોકના અંતે નિકૂટ સ્થાનોમાં હોય છે. નિકૂટ એટલે સર્વ બાજુએ અલોકની અંદર ચાલ્યો ગયેલો લોકના અંતે રહેલો લોકનો અત્યંત અલ્પ ભાગ. લોકને છેડે આવેલા નિગદના ગોળાઓની, અલોકમાં ત્રણ દિશામાં સ્પર્શના થતી નથી. એટલે તે ખંડગોળો કહે છે. નિગોદના ગોળાના ખંડ ગોળો અને અખંડ ગોળો એવા પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે, પરંતુ અવગાહનાની દૃષ્ટિએ બંને ગોળા સરખા જ છે. માત્ર દિશાઓની સ્પર્શનાની ન્યૂનાધિકતા બતાવવા જ ખંડ ગોળો અને અખંડ અથવા પૂર્ણ ગોળો એવા શબ્દો પ્રયોજાયા છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org