________________ 2 93 નિગોદ અસંખ્યાત હોય છે. - નિગોદનું સંસ્થાન હુંડક, અનિયત આકારવાળું કે પરપોટા (સિબુક) જેવું ગોળ છે. નિગોદના જીવોને હાડ ન હોવાથી સંઘયણ નથી હોતું, પરંતુ બળની અપેક્ષાએ તેઓને સેવાર્ય સંઘયણ હોવાનો મત છે. નિગોદનું જઘન્ય આયુષ્ય 256 આવલિકા પ્રમાણ ક્ષુલ્લક ભવ (એક શ્વાસોચ્છવાસમાં સાડી સત્તર ભવ) જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી અત્તમુહૂર્ત જેટલું હોય છે. નિગોદના જીવોને આહારસંશા, ભયસં જ્ઞા, વિષય(મેથુન)સંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞા અવ્યક્તપણે હોય છે. વળી તેઓને ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પણ અવ્યક્તપણે હોય છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ એ ત્રણ વેદમાંથી નિગોદના જીવોને ફક્ત નપુંસક વેદ જ હોય છે અને તે પણ અવ્યક્તપણે જ હોય છે. નિગોદના જીવો મિથ્યાદૃષ્ટિ હોય છે. તેઓને અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. તેઓ વિચાર કરવાને અશક્ત હોવાથી તેઓને અસંજ્ઞી જીવો કહેવામાં આવે છે. તેઓને છ લેગ્યામાંથી ફક્ત કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યા હોય છે. નિગોદના જીવોને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. નિગોદના જીવોને અક્ષરના અનંતમા ભાગ જેટલું જ્ઞાન હોય છે. વળી તેઓને માત્ર એક જ ઇન્દ્રિય-સ્પર્શેન્દ્રિય હોવાથી તેઓ અચલ દર્શનવાળા હોય છે. આમ તેઓને બે અજ્ઞાન અને એક દર્શન એમ મળીને ત્રણ ઉપયોગ હોય છે. નિગોદમાં એક શરીરમાં રહેલા અનંત જીવો અવ્યક્ત અર્થાત્ અસ્પષ્ટ અશાતા વેદનાનો અનુભવ કરે છે. એ વેદના સાતમી નરકના જીવોની વેદનાથી અનંતગુણી વધારે હોય છે. તેઓને સ્પષ્ટ ચેતન્ય નથી, તો પણ ભલે અવ્યક્ત પ્રકારની પણ વેદના તો તેઓ અવશ્ય અનુભવે છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું હતું: जं नरए नेरइया दुखं पावंति गोयमा तिखं / तं पुण निगोअजीवा अनन्तगुणियं वियाणाहि / / હિં ગોતમ ! નારકીમાં નારકીના જીવો જે દુઃખ પામે છે, તેથી અનંતગુણ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org