SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ 2 92 જૈન ધર્મના પુષ્પગુચ્છ અનાદિસાન્ત છે. જેઓ ક્યારેય નીકળવાના નથી તેમની કાયસ્થિતિ અનાદિઅનંત છે. જેઓ નિગોદમાંથી નીકળી ફરી પાછા નિગોદમાં આવે છે અને પાછા નીકળશે એમની કાયસ્થિતિ સાદિ-સાત્ત છે. સાધારણ જીવોમાં સાધારણપણું એટલે સરખાપણું અથવા સામાન્યપણું હોય છે. નિગોદમાં સર્વ જીવો માટે એક જ સામાન્ય શરીર Common body હોવાથી તે સાધારણ શરીર ગણાય છે. વળી તે જીવો સાધારણ નામકર્મના ઉદયવાળા હોવાથી સાધારણ કહેવાય છે. આમ નિશ્ચયથી સાધારણપણું જીવોને માટે હોય છે અને વ્યવહારથી સાધારણપણું શરીર માટે કહેવાય છે. એટલે પ્રજ્ઞાપનાસ્ત્રમાં કહ્યું છેઃ समयं वक्कंताणं समयं तेसिं शरीर निव्वत्ती / समयं आणुग्गहणं समयं उसासनीसासो / / સિમકાળે ઉત્પન્ન થયેલા તે (સાધારણ વનસ્પતિકાય) અનંત જીવોની શરીરરચના પણ સમકાળે થાય છે, ઉચ્છવાસ-નિ:શ્વાસને યોગ્ય પુગલ પરમાણુઓનું ગ્રહણ પણ એક સાથે-સમકાળે થાય છે અને ઉચ્છવાસનિઃશ્વાસનો વ્યાપાર પણ સમકાળે થાય છે.] एक्कस्य उ जं गहणं, बहूण साहारणाण तं चेव / जं बहुयाण गहणं, समासओ तं पि एगस्स / / साहारणमाहारो साहारणमाणुपाण गहणं च / साहारणजीयणं साहारण लक्खणं एयं / / [એક જીવ જે ગ્રહણ કરે છે તે બહુ જીવોથી ગ્રહણ કરાય છે અને જે બહુ જીવોથી ગ્રહણ થાય છે તે એક જીવથી થાય છે. સાધારણ જીવોનો આહાર સાધારણ હોય છે. શ્વાસોચ્છવાસનું ગ્રહણ સાધારણ હોય છે. સાધારણ જીવોનું આ સાધારણ લક્ષણ છે.] એક નિગોદમાં રહેલા અનંત જીવોનાં વેદન પ્રાયઃ એક સરખાં હોય છે. નિગોદના એક જીવને ઉપઘાત લાગે તો તે નિગોદના સર્વ જીવોને ઉપઘાત લાગે છે. નિગોદના જીવોને દારિક, તેજસુ અને કાશ્મણ એ ત્રણ પ્રકારનાં શરીર હોય છે. દારિક શરીર અનંત જીવોનું એક હોય છે. તેજસ્ અને કાર્પણ શરીર પ્રત્યેક જીવનું જુદું જુદું હોય છે. વળી પ્રત્યેક જીવના આત્મપ્રદેશો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy