________________ નિગોદ 291 પણ દેખાતી નથી. તો પછી સૂક્ષ્મ અને બાદર એવા ભેદ કરવાની શી જરૂર ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે સૂક્ષ્મ નિગોદ ગમે તેટલી એકત્ર થાય તો પણ ચર્મચક્ષુથી કે સૂક્ષ્મદર્શક કાચથી ક્યારેય નિહાળી નહિ શકાય. પરંતુ બાદર નિગોદ એક, બે કે લાખો કે કરોડો એક સાથે હોય તો પણ ન દેખાવા છતાં અસંખ્યાત બાદર નિગોદશરીર એકત્ર થાય તો એનો પિંડ સૂક્ષ્મદર્શક કાચથી કે નરી નજરે દેખી શકાય છે, કારણ કે એનામાં દેખાવાની યોગ્યતા હોય છે. ભગવાને કહ્યું છેઃ __ एगस्स दोण्ह तिण्ह व, संखेज्जाण व न पासिक सक्का / दीसंति सरीराइं णिओयजीवाणऽणंताणं / / [એક, બે, ત્રણ, સંખ્યાત નિગોદોને (પ્રત્યેકના જુદા જુદા શરીરને) દેખવાનું શક્ય નથી. કેવળ અનંત (બાદર) નિગોદજીવોના નિગોદરૂપ શરીરને દેખી શકાય છે.] બટાટા, ગાજર, મૂળા, આદુ વગેરે અનંતકાય છે. તેમાંથી સોયના અગ્રભાગ પર રહે એટલો નાનો ભાગ લઇએ તો તે અસંખ્ય શરીરનો પિંડ છે અને તે નજરે જોઈ શકાય છે. અસંખ્ય શરીરમાંના પ્રત્યેક શરીરમાં અનંત અનંત જીવો પરસ્પર સંક્રમીને રહેલા છે. આ સામાન્ય માણસને ગળે ઊતરે એવી વાત નથી. જેઓ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રુચિ અને શ્રદ્ધા ધરાવે છે તેમને આ વાત તરત હૈયે બેસી જશે. બાદર નિગોદનું શરીર જ્યાં સુધી જીવોત્પત્તિને અયોગ્ય થતું નથી એટલે કે નષ્ટ પામતું નથી ત્યાં સુધી એમાં કોઈ પણ સમયે અનંત જીવો વિદ્યમાન હોય છે. પરંતુ આ જીવોનું જન્મમરણનું ચક્ર બહુ ત્વરિત ગતિએ ચાલતું હોય છે. એટલે એક નિગોદમાં જે અનંત જીવો કોઈ એક સમયે હોય છે તે જ જીવો સતત તેમાં જ રહ્યા કરે એવું નથી. એ અનંતમાંના કેટલાક (એટલે કે અનંત) જીવો અમુક એક સમયે ઉત્પન્ન થયેલા હોય છે. બીજા કેટલાક અનંત જીવો બીજા કોઈ સમયે ઉત્પન્ન થયેલા હોય છે. વળી પછીના સમયે બીજા કોઈ અનંત જીવો ઉત્પન્ન થયેલા હોય છે. એટલે કોઈ પણ એક નિગોદમાં જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા અનંત અનંત જીવોનો સમૂહ હોય છે. જે જીવો નિગોદમાંથી નીકળ્યા નથી પણ નીકળશે તેમની કાયસ્થિતિ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org