________________
રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ
૫ ૧
ઉપશમ શ્રેણિ શક્ય નથી તે સમજાયું હશે ? પરંતુ દર્શન સપ્તકનો ક્ષય કરી અટકી જનારો જીવ ખંડક્ષપક શ્રેણિનો હોઈ ફરીથી તેણે પ્રયત્ન કરવાનો બાકી રહે છે; પરંતુ અર્ધપગલપરાવર્તકાળની અંદર અંદર જ તેને માટે મોક્ષ સુનિશ્ચિત જ છે.
ભલે પાંચમા-છઠ્ઠા આરામા મોક્ષ શક્ય નથી પરંતુ બંનેના ૩જા ૪થા આરામાં સુપુરુષાર્થ દ્વારા તે શક્ય છે ને ? બંને એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણીના ત્રીજા-ચોથા આરામાં. સમાપન કરીએ તે પહેલાં દર્શનસપ્તક વિષે ઉહાપોહ કરી લઇએ. જૈન દાર્શનિક સિદ્ધાન્ત સમજવા કે આત્મસાત કરવા થવા તત્ત્વજ્ઞાનની તાત્વિક ચર્ચાનું સ્પષ્ટીકરણ કે વિસદીકરણ માટે પુનરુક્તિ અથવા અનુપ્રેક્ષા જરૂરી હોય છે. તેથી તેને વિગતે સમજાવવા માટે જુદી જુદી રીતે, ઢબે રજૂ કરવાનું જરૂરી બને છે. | દર્શન સપ્તક વિષે ઉહાપોહ કરીએ. અત્યારે તેનો ઉપશમ કે ક્ષય શક્ય નથી કેમકે ઉપશમ અને ક્ષાયિક સમ્યકત્વ માટેની ઉપશમ તથા ક્ષાયિક શ્રેણિ લુપ્ત થી છે. વિદ્વાન વાચક જાણે છે તે પ્રમાણે અનંતાનુબંધી ચાર કષાયો જેવાં કે ક્રોધ, માન, માયા અને લોભ ઉપરાંત સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ સાતને ઉપશમવા માટેનો પ્રયત્ન સાધનાના માર્ગે હરમફાળ ભરાવી શકે તેમ છે.
ચર્ચાના પરિણામ રૂપે નિષ્કર્ષ નીકળે છે કે આ બે આરામાં ઉપશમ તથા સાયિક શ્રેણિઓ લુપ્ત થઈ ગઈ છે. તે સમજમાં આવી ગયું પણ કલ્પસૂત્રે લાયોપથમિક માટે કેમ મૌન ધારણ કર્યું છે ? તેની ગૂંચ છે. આપણે જાણીએ છીએ કે લાયોપથમિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે તથા ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમની છે. અહીં જે જીવનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય તે જઘનય સ્થિતિ લાયોપથમિકની પામવાને પાત્ર છે. વળી, શાસ્ત્ર પ્રમાણે જઘન્ય સ્થિતિ પૂરી થતાં ક્ષાયિક સમ્યકત્વ એટલે શપક શ્રેણિ પર આરૂઢ થવું જ જોઇએ. જેના દ્વાર બંધ છે ને ? જે જીવે ૬૬ સાગરોપમ સ્થિતિનું લાયોપથમિક સમ્યકત્વ હાંસલ કરી લીધું છે તેણે તો તે દીર્ઘ સમયની પ્રતીક્ષા કરવી પડે ને ? આ બંને આરાની કુલ સ્થિતિ મર્યાદા ૪૨૦૦૦ વર્ષોની છે જે મુદત દરમ્યાન ક્ષાયોપથમિક સમ્યકત્વનું ફળ કેવી રીતે ભોગવાય ? તેથી બંને પ્રકારના લાયોપથમિક સમ્યકત્વ મળે તેમ હોવા છતાં સમય મર્યાદા વિરુદ્ધગામી હોવાથી ફાયપશામિક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org