________________
૫૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ
પરંતુ એવાં જીવો પણ હોઈ શકે જે આ ન પામતાં અનિવૃત્તિકરણ દ્વારા ક્ષાર્યાપશમિક જ પામે. કલ્પસૂત્રે ક્ષાયોપશમિક માટે કયાં લુપ્તની વાત કરી છે ? બીજું સૈદ્ધાન્તિક મત પ્રમાણે અનાદિ મિથ્યાત્વી જીવો જે ક્ષાયોપશમિક સમ્યકત્વ પામનારા હોય તેઓ અપૂર્વકરણના કાળમાં જેમ ગ્રંથિભેદ કરે છે તેમ ત્રણ પુંજ પણ અપૂર્વક૨ણ કાળમાં જ કરે છે.
અહીં બીજો શાસ્ત્રીય મત એવો છે કે મિથ્યાદ્દષ્ટિ જીવ ઔપશમિક સમ્યકત્વ પામ્યા વિના સીધો જ ક્ષાયોપશમિક સમ્યકત્વ પામી શકે છે. તે જીવ અપૂર્વક૨ણ દ્વારા ગ્રંથિભેદ કરી તે કાળમાં ત્રણ પુંજ કરે છે પછી અનિવૃત્તિકરણ દ્વારા ત્રણ પુંજ પૈકીના શુદ્ધ પુંજના ઉદયને પામે છે તે પામી ક્ષાયોપશમિક સમ્યકત્વના પરિણામનો સ્વામી બને છે. જે માટે કલ્પસૂત્રે મના ફરમાવી નથી કારણ કે તેનો ઉત્કૃષ્ટ સમય ૬૬ સાગરોપમનો છે જે ૨૧૦૦૦+૨૧૦૦૦=૪૨૦૦૦ અને તે પછી ક્યારે પણ મોક્ષનો અધિકારી બની શકે છે ને ? ઉપર જણાવેલી માન્યતા પ્રમાણે જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાનાં ત્રણ પુંજ અનિવૃત્તિકરણથી નહીં પમ અપૂર્વકરણથી કરે છે.
આ ચર્ચાનું કારણ કલ્પસૂત્રે ક્ષાયોપશમિક સમ્યકત્વ અંગે નકારાત્મક નન્નો નથી જણાવ્યો જેવી રીતે ઉપશમ અને ક્ષાયિક સમ્યકત્વ લુપ્ત થયેલ છે, તેના દ્વાર બંધ થઈ ગયા છે. તેથી ક્ષાયિક નથી તે સમજાયું, ક્ષાયોપશમિક (ઉત્કૃષ્ટ) શક્ય છે તે માટે મોન સેવ્યું છે, એટલે કે હાર ખુલ્લા રાખ્યાં છે. નળી જઘન્ય જે અંતર્મુહૂર્તનું છે તે તો આ સમયમાં શક્ય જ નથી ને.
હવે ઉપશમ કેમ ન મળે તે તરફ નજર ફેરવીએ. ચર્ચા સમજવા માટે પુનરુક્તિ દોષ ક્ષન્તવ્ય ગણવો જોઇએ. દર્શન સપ્તકનો ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમય્યત્વ પામી શકાય જે તો શક્ય જ નથી ! જીવ જ્યારે ૮મા પછી ૯મા ગુણસ્થાનકે અનિવૃત્તિકરણ અને ત્યાર પછી ૧૦મા ગુણ ઠાણે ઉપશમ શ્રેણિ માંડે ત્યારે સૂક્ષ્મ સં૫રાય સંજ્વલન લોભનો ઉદય હોઇ શકે છે. ઉપશમ શ્રેણિ માંડતો જીવ ૧૦ મેથી ૧૧મે ગુણઠાણે આવતાં ઉપશાંત કરેલાં કષાય મોહનીયનો ઉદય થતાં પડીને ૬, ૭, ૫, ૪ કે પ્રથમ ગુણઠાણે પણ પહોંચી જાય. જો તે નિગોદ સુધી પહોંચે તો ખેલ ખતમ ! તેથી કલ્પસૂત્રમાં ઉપશમશ્રેણિને લુપ્ત બતાંવી છે. જ્યારે ક્ષપકશ્રેણિ માંડનારો જીવ તો આ ગુણઠાણે ન થોભતાં સીધો ૧૨મા ગુણઠાણે આવી જાય છે. આ (આરામાં ૭મા ગુણસ્થાનકે ન જવાય તેથી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org