________________
રાઈ તથા દેવસિક પ્રતિક્રમણ
૪૯ જે જીવને મિથ્યાત્વ મોહનીય સત્તામાં છે, સમ્યકત્વ મોહનીયના દળિયાં ઉદયમાં છે, પરંતુ ચાર અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીયના પ્રદેશોનો રસથી ઉદય નથી તેને લાયોપથમિક સમ્યકત્વ હોય છે. જે માટે કલ્પસૂત્રે બારી ઉઘાડી રાખી છે.
વળી, જે જીવને ચાર કષાય તેમજ મિથ્યાત્વ, મિશ્ર અને વ્યકત્વ એ ત્રણ પ્રકારનાં દર્શનમોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય તેને ક્ષાયિક સમ્યકત્વ હોય જે પણ અત્રે અશક્ય છે. તેમજ દર્શન મોહનીય અને મિથ્યાત્વ મોહનીયની ૭+૨ ૧=૨૮ પ્રકૃતિનો ક્ષયથી પણ ક્ષાયિક સમ્યકત્વ અત્રે અશક્ય જ છે ને ?
જીવને પ્રથમવાર સમ્યકત્વની સ્પર્શના થાય ત્યારે પ્રાય: ઓપશમિક સમ્યકત્વ હોય, તે નમ્યા પછી મિથ્યાત્વમાં સરકેલા જીવને ફરી સમ્યકત્વ થાય ત્યારે સાયિક સિવાયના બેમાંથી ગમે તે એક સમ્યકત્વ થાય છે. સમ્યકત્વ વગર કોઈ પણ જીવ.વિરત બની શકતો નથી. ઓપશમિકની સ્થિતિ અંતર્મુહૂર્તની છે; લાયોપથમિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઈક અધિક છે. આ બંને સમ્યકત્વ સાદિ-સાંત છે; જ્યારે ક્ષાયિક સમ્યકત્વ એકવાર આવ્યા પછી જતું નથી. તેથી તેની સ્થિતિ-સાદિઅનંત છે.
આ અંગે બે સદ્ધાંતો જોઇએ તે પૂર્વે ફરી એકવાર ક્ષપકશ્રેણિ માટે ૪થું, પમું, છઠ્ઠ, ૭મું ગુણસ્થાનક જોઇએ. ઉપરાંત પ્રથમ સંઘયણાદિ તથા યથાખ્યાતચારિત્ર પણ જોઇએ. જે હવે શક્ય નથી તેથી કલ્પસૂત્ર પ્રમાણે ક્ષપકશ્રેણી બંધ છે તે વાત સ્પષ્ટ થઈ ગઈ ! - ઉપશમશ્રેણી પણ ન થાય કેમકે તે લુપ્ત થઈ ગઈ. અહીં કાર્મગ્રંથિક અને સૈદ્ધાન્તિક મતો તપાસીએ. કાર્મગ્રંથિક પ્રમાણે અનિવૃત્તિકરણના સમય દરમ્યાન ત્રણ પ્રકારનાં કાર્યો થઈ શકે. એક અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકો ખપાવે, બીજું જેની સ્થિતિ ઘટાડી શકાય તેની ઘટાડી તેને ખપાવે, ત્રીજું જેની સ્થિતિ ઘટાડી ન શકાય તેની સ્થિતિ વધારી દે. આ મતમાં સમ્યકત્વના પરિણામ પામનારાં અનાદિ મિથ્યાત્વી જીવો પહેલાં ઓપશામિક સમ્યકત્વના પરિણામને જ પામે છે, ત્યારે સૈદ્ધાન્તિક મત પ્રમાણે બધાં જ જીવો ઓપશમિક સમ્યકત્વ પામે તેવો નિયમ નથી. તેવાં જીવો તેના વિના ક્ષાયોપશમંકિ સમ્યકત્વ પામે. જે જીવો ઓપશમિક સમ્યકત્વને પમનારા હોય તેઓ તે પામે;
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org