________________
મોક્ષમીમાંસા
નાશથી મોક્ષ અને કર્મના સમુચા નાશથી સિદ્ધ થવાય. અત્રે કૃત્ન શબ્દનું મહત્ત્વ સાચું સમજાય છે. કૃમ્ન સંપૂર્ણ નિગોદમાં જે આત્મા ૮ કર્મોથી સંયુક્ત હતો, કર્મ મિશ્રિત હતો, એક નહીં પણ ૮ કર્મોથી જકડાયેલો હતો તેથી અસંખ્ય પ્રદેશી આત્મા કામણવર્ગણાની રજકણોથી ભરેલો આઠ કર્મોથી આવરિત થયો છે, તેમનું આવરણ છે. જ્યાં સુધી આવરણો છે ત્યાં સુધી સંસારી અવસ્થા ચાલુ, નષ્ટ થાય ત્યારે જ મોક્ષ.
અનાદિકાળથી જીવે અનન્તાનંત ભવો કર્યા. અનન્ત પુગલપરાવર્ત કાળ વ્યતીત થઈ ગયો. છતાં પણ જ્યાંના ત્યાં. પ્રવાહની પરંપરાથી કર્મોનું લાગવું અને ખપવું ચાલુ જ રહ્યું. ઉદયે ખપે અને નવા બંધાયા જ કરે છે. કર્મક્ષય માટેનો ઉપાય નિર્જરા છે. આંશિક નિર્જરાની સાથે સંપૂર્ણ નિર્જરા થઈ જાય સર્વથા, સદંતર સર્વ કર્મો ખરી પડે; આત્મા પર કાર્મણવર્ગણાનો એક પણ પરમાણું ન ચોંટેલો હોય ત્યારની અવસ્થામાં મોક્ષ આવે.
કર્મનો બંધ અનાદિ છે, આંશિક નિર્જરા પ્રતિદિન થતી રહે છે; સંપૂર્ણ નથી થતી. સંયોગ હોય ત્યાં વિયોગ હોય જ.
બીજું આત્માને આકાશની જેમ વ્યાપક ન માની શકાય. તેને દેહાકાર જ માનવો ઘટે. જે જે શરીર ધારણ કરે કીડી, હાથી, મગતરું, વ્યાધ્ર, મોટો મગર, મસ્ય તે તે દેહ પ્રમાણે આત્મા વિકાસ કે સંકોચ પામે. આત્મા વિસ્તૃત પણ થઈ શકે છે, સંકોચાઈ પણ શકે છે.
આહારક શરીર ધારણ કરી પ્રશ્નનો જવાબ મેળવવા તે સાધ્ય પુરુષ ૧૪ રાજલોક જેટલો આત્માને વિકસાવી શકે છે ને ? મુક્તાત્માનો વિચાર કરતાં સિદ્ધાત્મા આકાશ જેટલો વિસ્તૃત નથી પરંતુ મોક્ષે જતાં પહેલાં જીવ જે શરીર ત્યજે છે તેના ૧/૩ ભાગ પ્રમાણનો આકાર તે ધારણ કરે છે. આટલી જગ્યા રોકે છે, આટલો આકાશ પ્રદેશને સ્પર્શે છે. આ બધાં મુક્તાત્માઓ ૪૫ લાખ યોજન વિસ્તૃત સિદ્ધશિલા પર એકબીજાને અંતરાય ન થાય તેમ ગેસ ભરેલા ફુગ્ગાની જેમ ઉપર જઈ લટકે છે. ગેસથી ભરેલો ફુગ્ગો દોરીથી બાંધી ધીરે ધીરે ઉપર છોડવામાં આવે છે. જો ભૂલેચૂકે દોરી હાથમાંથી છૂટી જાય તો તે ફુગ્ગો સીલીંગની ટોચ પર જઈ લટકે છે. તેવી રીતે મોક્ષે ગયેલો જીવ સિદ્ધશિલાની ટોચ પર લટકે છે. નવા મળેલા સ્વરૂપવાળા બધાં મુક્તાત્માઓ આટલી જગામાં કેવી રીતે સમાઈ શકે તેવો પ્રશ્ન ઉદ્ભવે. જેમ ઓરડામાં ૧,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org