________________
રૂઢિર્બલીયાસી
૧૨૭
લાગ્યા કે આ યુવાનને દીક્ષા લેવી છે. તેમણે ક્રોધાન્વિત થઈ, માથે હાથમાં લઈ મુંડી નાંખ્યું, લોચ કરી દીધો. હસવામાંથી ખસવું થઈ ગયું. તે યુવાને બાજી સંભાળી લીધી અને શિષ્ય બનેલા યુવાને ગુરુને ત્યાંથી સલામતી માટે ચાલી નીકળવા જણાવ્યું. રાત પડી ગઈ હતી. ગુરુથી અંધારામાં ચાલી શકાય તેમ ન હતું તેથી કહ્યું કે મને ઊંચકી લે. ખાડાટેકરાવાળો રસ્તો તથા અંધારું હોવાથી ડગમગ ગતિએ ચાલવા માંડ્યું. ક્રોધાયમાન ચંડરૂદ્રાચાર્યે માથા ઉપર ડંડાથી પ્રહાર કરવા લાગ્યા. પરંતુ સમતામાં સ્થિર રહી, વેદનાને ગૌણ કરી ક્ષમા-સમતાની ભાવનામાં સ્થિર નવીન મુનિ દેહભાન ભૂલી આત્મ ચિંતનની ધારામાં ચડી; પાપોનો નાસ કરતો આત્મા ગુણસ્થાનક શ્રેણિઓમાં આગળ વધતાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ શુકલધ્યાનની ધારામાં ચડી કેવળી બન્યા.
ગુરુ હવે સારી રીતે ચાલનાર લોહીથી ખરડાયેલા શિષ્યને નીચે ઉતારી પશ્ચાતાપની ધારામાં ક્ષમા માગે છે. શિષ્યને અપ્રતિપાતિ જ્ઞાન થયું છે એમ જાણીને પશ્ચાતાપમાં ડૂબેલા ચંડરુદ્રાચાર્યને પણ કેવળજ્ઞાન થયું.
સંધ્યા સમયે રંગબેરંગી બદલાતા વાદળો જોઈ સંસારની અસારતા જોઈ રાજા પ્રસન્નચંદ્ર રાજપાટ, વૈભવ ત્યજી દીક્ષા લઈ સાધુ બન્યા. એક હાથ ઊંચો કરી કાયોત્સર્ગમાં હતા ત્યારે તેમના કાને વાત પડી. એથી યુદ્ધની વિચારણામાં ખોવાઈ ગયા. માનસિક યુદ્ધમાં ચડ્યા. એક પછી એક તીરો ફેંકતા ગયા. શસ્ત્રો ખૂટતાં મુગટ ફેંકવા જતાં મુંડિત થયાનું ભાન થતાં સાવધાન થયા; માનસિક પાપો ધોવા પશ્ચાતાપની ધારામાં વહેવા લાગ્યા. ધ્યાનાગ્નિએ જોતજોતામાં પાપોના ઢગલાને ભસ્મીભૂત કરી દીધો. ક્ષપકશ્રેણિએ આરૂઢ પ્રસન્નચંદ્ર ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી વીતરાગી થઈ મોક્ષે ગયા.
ઉપ૨ ટાંકેલાં વિવિધ ઉદાહરણો જણાવે છે કે આ વ્યક્તિઓ એ બાર ભાવનામાંથી ગમે તે જેવી કે અન્યત્વ, એકત્વ, અશરણત્વ, અશુચિસ્વાદિ, ભાવના, કોઇક પ્રસંગ કે દૃશ્ય, ધ્યાન, સાધના, સમાધિ, સમતા, તપ, ત્યાગ, જિનવાણીનું શ્રવણ તથા પરિણમન, પ્રભુની શ્રદ્ધાપૂર્વક તથા ભક્તિ સહિતની પૂજાદિની સથવારો લીધો હતો.
તેના પરિપાક અને પરિણતિ રૂપે આત્મામાં એટલી તીવ્ર ઝણઝણાટી, ગગતા ક્રિયમામ થઈ જેથી સાતમા અપ્રમત્ત ગુણઠાણે પહોંચી, શાંત-પ્રશાંત બની અનાસક્ત ભાવ, સમતાયોગમાં આરૂઢ થઈ, વીતરાગી થવા માટેના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org