________________
૧ ૨ ૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ ઊભા રહ્યા તે સ્થૂલિભદ્ર ૮૪ ચોવીશી સુધી અમર થઈ ગયા-તેવી સાધના !
ભગવાન મહાવીર સ્વામીના સ્વહસ્તે દીક્ષિત થયેલી છત્રીસ હજાર સાધ્વીઓના અગ્રસર ચંદનબાળા ભગવાનના સમવસરણમાંથી સૂર્યાસ્ત થયા છતાં પણ પાછા ન ફરનારા મૃગાવતીનું ધ્યાન ગયું અને ચંદનબાળાએ કહ્યું કે સારા કુળની સ્ત્રીઓ માટે આ યોગ્ય ન કહેવાય. શિષ્યા મૃગાવતીને ઠપકો ઘણો આકરો લાગ્યો અને ઊંડું ચિંતન કરતાં ભાવનાના ઉચ્ચત્તમ શિખરે આરૂઢ થઈ શપક શ્રેણિએ કર્મક્ષય કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
તે જ રીતે અંધકારમાં કાળા સર્પને લીધે ચંદનબાળાનો હાથ દૂર લઈ જતાં સર્પનો જવાનો માર્ગ મોકળો તો થયો પરંતુ જાગૃત થયેલા ચંદનબાળાએ જાણ્યું કે મૃગાવતીને અપ્રતિપાતિજ્ઞાન તેમના પ્રભાવથી થયું છે ત્યારે તેમની આશાતના માટે ખરા હૃદયે પશ્ચાતાપ કરી રહેલાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન થયું.
અતીર્થ સિદ્ધના ભેદમાં માતા મરૂદેવીનું નામ આવે છે. ભગવાન ઋષભદેવની માતા મરુદેવી પુત્રના મોહને લીધે લાંબા ૧૦૦૦ વર્ષોના સમય સુધી રૂદન કરવાથી આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. પુત્રને કેવળજ્ઞાન થતાં તેનો વૈભવ સાંભળી અનિત્ય અને એકત્વ ભાવનું ચિંતન કરતાં હાથી ઉપર જ રાજમાર્ગ ક્ષપકશ્રેણિ પર પડી. ઘાતી કર્મોનો ક્ષય કરી અંતર્મુહૂર્તમાં મોક્ષપુરીમાં પહોંચી ગયા.
ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલી દીક્ષા લિને કાર્યોત્સર્ગ ધ્યાનમાં ૧૨ માસ વીત્યા પછી બ્રાહ્મી-સુંદરી, સાધ્વીઓ દ્વારા “વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચડે કેવળ ન હોય રે...' આનાથી સાવધાન બનેલા પ્રભુવંદનાર્થે પગ ઉપાડતાં કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે.
અંબડ પરિવ્રાજડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલાં ૨૫મા તીર્થંકર ન હોય તથા કુદેવોના દર્શને ન જનાર ૩૨ પુત્રોને સમરાંગણમાં ગુમાવી દેનારી સુલસા રથકાર પત્ની ભાવિત દ્વારા સમકિતી થઇને તેને પરિમાર્જિત કરી રહેલી આગામી ઉત્સર્પિણીમાં ૧૫મા નિર્મમ તીર્થકર થશે. સમકિત દૃષ્ટિ સાહાધ્યક બની ગઈ ! ભરોસરની સક્ઝાયમાં તેનું નામ પ્રથમ છે. “સુલસા ચંદનબાળા'...તેને ધર્મલાભ કહેવડાવવા ભગવાન મહાવીરે અંબડને મોકલ્યો હતો.
જેના તાજેતરમાં લગ્ન થયેલા છે તે યુવાન ટીખલી સાથીદારો સાથે કુતુહલવૃત્તિથી પ્રેરાઈ જ્યાં નામ પ્રમાણે ગુણ ધરાવનારા ચંડરૂદ્રાચાર્ય સમીપ આવી કહેવા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org