________________
નિવેદન સૂરતના વતની, સંસ્કૃત, પ્રાકૃત જૈન સાહિત્યના બહુશ્રુત વિદ્વાન અને અનેક મહત્ત્વના સંશોધનાત્મક લેખો તથા ગ્રંથોના લેખક સ્વ. હીરાલાલ રસિકદાસ કાપડિયાના પંડિત પુત્ર ડો. બિપિનચંદ્ર હી. કાપડિયા મારા વડીલ મિત્ર છે. અમારી મૈત્રી છ દાયકા જેટલી જૂની છે. ઇ. સ. ૧૯૪૪માં હું મુંબઇમાં ગોવાલિયા ટેન્ક પાસે આવેલા શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થયો હતો ત્યારે હું અભ્યાસ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ વર્ષ વિનયનમાં કરતો હતો. વિદ્યાલયમાં મારી બાજુની રૂમમાં બિપિનચંદ્ર કાપડિયા રહેતા. તેઓ Ph.D. નો અભ્યાસ કરતા હતા. વિદ્યાલયમાં અમે કેટલાક વિદ્યાર્થીઓ રોજ સાંજે જમીને પછી ઉપર અગાસીમાં બેસતા અને આંટા મારતા. તે વખતે વિદ્યાલયમાં ઘણાખરા વિદ્યાર્થીઓ વિજ્ઞાન કે વાણિજ્ય શાખામાં અભ્યાસ કરતા. વિનયન શાખામાં જે પાંચછ વિદ્યાર્થીઓ હતા એમાં સાહિત્યના વિષયમાં ફક્ત હું અને ડૉ. બિપિનચંદ્ર હતા. એટલે સમાન રસને કારણે અમારે મૈત્રી બંધાઈ હતી. વળી અગાસીમાં અમે આંટા મારતા હોઇએ ત્યારે રાત્રે તેઓ અમને કેટલાક વિદ્યાર્થીઓને આકાશનાં તારા, નક્ષત્રો, ગ્રહો ઓળખાવતા અને એની પુરાણકથા તથા વિશિષ્ટતા કહેતા. કેટલાક તારાઓ જોવા માટે અમે મોડી રાતે એલાર્મ મૂકીને ઊઠતા. એમણે એ વર્ષે કરાવેલો તારા, નક્ષત્ર વગેરેનો પરિચય આજે પણ એટલો જ તાજો રહ્યો છે.
પીએચ.ડી.ના અભ્યાસ પછી બિપિનચંદ્રભાઇએ પ્રાકૃતસંસ્કૃતના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી અને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઘણો વખત કાર્ય કર્યું. એમ.એ. થયા. પછી મેં પણ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્ય શરૂ કર્યું. વચ્ચેનાં કેટલાંક વર્ષ અમારો પરસ્પર સંપર્ક બહુ રહ્યો નહિ, પણ સૂરત હું જ્યારે જાઉં ત્યારે હીરાલાલભાઇને અચૂક મળતો. અને એમની સાથે જ્ઞાનગોષ્ઠીનો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org