________________
મોક્ષમીમાંસા
પદે બીરાજ્યા. પરંતુ તેની પહેલાંની ચોવીશીના તથા આગામી ચોવીશીના બધાંજ તીર્થંકરો પુરુષો જ હતા. કલ્પસૂત્રમાં જણાવ્યું છે કે ૧૯મા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રીહતા; પરંતુ ત્યાં જણાવ્યું છે કે અનંતાનંત પુદ્ગલપરાવર્તોમાં આવી સ્ત્રી તરીકે હોવાની ઘટના જ્વલ્લે જ બને અને તેને ૧૦ આશ્ચર્યોમાંની એક આશ્ચર્યકારી ઘટના ગણવી જોઈએ. કેમકે નવમા ગુણસ્થાનક પર જ વેદ મોહનીયકર્મની સંજ્ઞાઓ ચાલી જાય છે. આત્માને કોઈ શરીર, લિંગ, ઈન્દ્રિયો, કષાયાદિ નથી તેથી ભગવાન કે તીર્થંકર થવામાં સ્ત્રી હોય કે પુરુષ હોય એમાં કોઈ શરીર બાધ્ય નથી. તે સમયનું શરીર તો કર્મ ઉદયજન્ય હોય છે. તેથી આત્મા લિંગાતીત છે.
૧૪ પૂર્વધારીમાંના એકે કલ્પસૂત્રની રચના કરી છે. ત્યાં સ્પષ્ટ જણાવ્યું છે કે ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લીનાથ સ્ત્રી હતા તથા અનંતાનંત પુદ્ગલષરાવર્તમાં ૧૦ આશ્ચર્યોમાંના એક આવી ઘટના બને તેમ નિર્દેશે છે. વળી આત્માને કોઈ લિંગ નથી, તે લિંગાતીત હોવાથી નથી તે પુરુષ, નથી સ્ત્રી કે નથી તે નપુંસક. તેથી શું ભક્તામર સ્મરણ જે નવ સ્મરણમાનું ૭મું છે તેમાં આમ વર્ણન ઉપલબ્ધ થાય છે
ત્વમથામનન્તિ મુનયઃ પરમં પુમાંસમા
દિત્યવર્ણમમલં તમસઃ પરસ્તાત્
ત્વામેવ સમ્યગ્રુપ લજ્ય જયન્તિ મૃત્યું,
22
નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પન્થાઃ || ૨૩૨૫
ામવ્યયં વિજુમચિન્ત્યમસંખ્યમાદ્યં બ્રહ્માર્ણ મીશ્વરમતંગ કે તુમ્ । યોગીશ્વર વિદિતયોગમનેકમેકં જ્ઞાનસ્વરૂપમમલે પ્રવદન્તિ સન્તઃ ।।૨૪।। આત્મા વિષે શું આનાથી સુંદર, સચોટ, વિશ્વસનીય, શ્રદ્ધેય વર્ણન અન્યત્ર ક્યાંક ઉપલબ્ધ છે ખરું ?
દિગમ્બરો એમ માને છે કે જેમ સ્ત્રી છઠ્ઠી નરકથી આગળ જઈ ન શકે તેમ ગુણસ્થાનકની સીડી અમુક પગથિયા સુધી જ જઈ શકે, આગળ નહીં; તેથી સ્ત્રી મોક્ષાધિકારિણી નથી. દિગંબરના કથાગ્રંથોમાં પ્રિયંગુમંજરી, અનંગ સેના વેશ્યા, જ્યેષ્ઠા, દેવવતી વગેરેની દીક્ષા કહી છે. વરાંગચરિત સર્ગ ૩૦-૩૧માં રાજકુમારી, મંત્રી, અમાત્ય, પુરોહિત શ્રેષ્ઠિઓની પત્નીની દીક્ષા, આદી પુરાણમાં બ્રાહ્મી-સુંદરી-સુભદ્રા, ઉત્તરપુરાણમાં પર્વ ૬૮-૭૧-૭૪-૭૬માં જિનદત્ત પત્ની,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org