________________
૧૦૦
જૈન ધર્મના પુષ્પગુચ્છ સીતા, પૃથ્વી સુંદરી, ચંદનાર્યા, સુવ્રતામણિ, ગુણવતી આર્યા, હરિવંશપુરાણમાં રાજીમતી, દ્રૌપદી, ધનશ્રી, મિત્રશ્રી, કુત્તિ, સુભદ્રા, સુલોચના વગેરે સાધ્વીઓ થયેલી ગણાવી છે.
ઉપર આપણે અનેક સિદ્ધોની વાત કરી જેમકે ભગવાન ઋષભદેવના સમયમાં ૧૦૮ સિદ્ધ થયા. શાસ્ત્રમાં સિદ્ધોની સંખ્યાનો હિસાબ આપ્યો છે. જો સતત ૮ સમય સુધી સિદ્ધ થતા હોય તો દરેક સમયે ૩૨ સિદ્ધ થાય. જો ૭ સમય સુધી સિદ્ધ થતા હોય તો વધુમાં વધુ ૪૮, જો સતત ૬ સમય સુધી સિદ્ધ થતા હોય તો દરેક સમયે ૬૦ સિદ્ધ થાયથાવત્ ૧ સમયે સિદ્ધ થાય તો તે વધુમાં વધુ ૧૦૮ એનું કોષ્ટક અને ગાથા આ પ્રમાણે છે. સિદ્ધસતત સમયે ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ સુધી થાય તો દરેક સમયે વધુમાં વધુ ૧૦૮ ૧૦૨ ૯૬ ૮૪ ૭૨ ૬૦ ૪૮ ૩૨ સુધી સિદ્ધ થાય બત્તીસે અડયાલા, સટ્ટી બાવત્તરી બોદ્ધ વા ! ચુલસીઈ છણવઈ દુરહિય અટુત્તર સયં ચ ||
પરમ તેજ ભા.ર.પૃ. ૩૪૯ દિગંબરો સ્ત્રીને સ્ત્રી હોવાથી કપડાં પહેરવા જ પડે પણ તેમના મતાનુસાર તે મોક્ષ માટે બધારૂપ છે. વળી તેઓ એમ કહે છે કે તેના બગલમાં સ્તનમાં સૂક્ષ્મ જૂ વગેરે સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થવાથી શરીર શુદ્ધિ ન હોવાથી મોક્ષ ન
મળે.
હવે આપણે તેમના કેટલાંક મંતવ્યો સામે પાપનીય મત તરફ વળીએ; જે તેમને સુયોગ્ય પ્રત્યુત્તર આપે છે. તે પહેલાં એક નવો મુદ્દો જોઈએ. સ્ત્રી તરફ આવી દૃષ્ટિ થવાનું કારણ આવું હોઈ શકે? મલ્લિનાથ જે તેમના મતાનુસાર
સ્ત્રી ન હતા પરંતુ તેમના ગણધરો સર્વે પુરુષો છે. બધાંજ તીર્થકરોના ગણધરો પુરુષો જ હોય છે. ૧૪ પૂર્વધારીઓ બધાં પુરુષો હોય છે. સ્ત્રીને ૧૪મું પૂર્વ કે જેમાં મંત્રાદિ ગુહ્ય વિષયો છે તેથી તે ભણી ન શકે. શાસનમાં ચતુર્વિધ સંઘમાં અગ્રગણ્ય સ્થાન આચાર્યનું નહીં કે સાધ્વીનું. વયસ્ક સાધ્વી પણ ઓછી દીક્ષાવાળા સાધુને વંદનાદિ કરે, તે સાધ્વીને વંદનાદિ ન કરે. સમાજમાં, વ્યવહારમાં પણ સ્ત્રીને ઉપરનું સ્થાન અપાતું નથી. તેનું એક કારણ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાની અસર અહીં પણ થઈ હોય! અનંત કાળે થતા એકમાત્ર સ્ત્રી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org