________________
અગિયાર ઉપાસક-પ્રતિમાઓ
ત્રીજી સામાયિક પ્રતિમા
આ ત્રીજી પ્રતિમા છે એટલે ઓછામાં ઓછા સળંગ ત્રણ મહિના માટે
તો એનું પાલન થવું જોઇએ.
શ્રી હરિભદ્રસૂરિએ સામાયિકની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છેઃ समता सर्व भूतेषु, संयमः शुभभावना । आर्त्तरौद्रपरित्यागतद्धि सामायिकं व्रतम् ॥
[સર્વ જીવો પ્રત્યે સમતા રાખવી, સંયમ ધારણ કરવો. શુભ ભાવના ભાવવી તથા આર્ત્ત અને રોદ્ર ધ્યાનનો ત્યાગ કરવો એને સામાયિક વ્રત
કહેવામાં આવે છે.
શ્રી બનારસીદાસજીએ લખ્યું છેઃ
દ્રવ્ય ભાવ વિધિ સંજુગત, હિયે પ્રતિજ્ઞા ટેક; તજી મમતા સમતા ગહે, અન્તર્મુહૂરત એક. જો અરિ મિત્ર સમાન વિચારે,
આરત રૌદ્ર કુધ્યાન નિવારે; સંયમ સહિત ભાવના ભાવે, સો સામાયિકવંત કહાવે.
૩૪૩
શ્વેતામ્બર પરંપરામાં આ પ્રતિમા ધારણ કરનારે સવાર-સાંજ એમ બે વખત સામાયિક નિયમિત કરવાનું વિધાન છે. દિગંબર પરંપરામાં સવાર, બપો૨ અને સાંજ એમ ત્રણ સામાયિક કરવાનું કહ્યું છે.
શ્રાવકનાં બાર વ્રતોમાં ૧૦મું વ્રત તે સામાયિકવ્રત છે. એ શિક્ષાવ્રત છે. એટલે બાર વ્રતધારી શ્રાવકે આ વ્રતનો અભ્યાસ કરેલો હોય છે. પરંતુ એમાં સામાયિકની અનિયમિતતા હોઈ શકે, ‘સામાયિક પ્રતિમા'માં સામાયિક નિયમિત કરવાનાં હોય છે.
દ્રવ્ય સામાયિકની વિધિ શ્વેતામ્બરો અને દિગંબરોમાં જુદી જુદી છે. વળી શ્વેતામ્બરો અને દિગંબરોમાં પંથ, ગચ્છ, સમુદાય વગે૨ે અનુસાર સામાયિકની વિધિમાં અને તેનાં સૂત્રોમાં ફરક છે. વસ્તુતઃ આ સામાચારીનો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ પોતાની નિષ્ઠા અને શ્રદ્ધા અનુસાર પોતાની સામાચારીને અનુસરે તે સ્વાભાવિક છે. પરંતુ આ સામાચારી સાચવવા સાથે સામાયિકના હાર્દ સુધી પહોંચવું એ મહત્ત્વનું છે. સામાયિક કરવાથી પોતાનામાં કેટલો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org