________________
૧૯૬
જૈન ધર્મના પુષ્પગુચ્છ દર્શાવી શકાય.
ઉત્તરાધ્યયન સૂત્રમાં (૩૬/૪૮) જીવનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે સિદ્ધ અને સંસારી એમ બે પ્રકારના જીવો છે. ૧૪ રાજલોકની પરમોચ્ચ ટોચે સિદ્ધશિલા પર લોકાન્ત-લોકાગ્રે સિદ્ધના જીવો વસે છે અને શેષ સંપૂર્ણ રાજલોકના ક્ષેત્રમાં સંસારી જીવો સર્વત્ર વસે છે.
વનસ્પતિકાયના સૂક્ષ્મ તથા સ્કૂલ બે પ્રકારના જીવો સાધારણ તથા પ્રત્યેકના સૂક્ષ્મ-સ્થૂળ બંને જાતના જીવો સંપૂર્ણ લોકમાં સર્વત્ર છે. આખા રાજલોકનો એકે ખૂણો ખાલી નથી. સોયની અણી મૂકીએ તેટલી જગ્યા પણ લોકાકાશમાં ખાલી નથી.
વૈદિક દર્શનમાં વેદોને અપરુષેય માન્યા છે. સાહિત્યિક રચના છતાં પણ તેનો કર્તા પુરુષ નહિ ! ઈશ્વરે સૃષ્ટિની રચના પ્રથમ અસ્તિત્વમાં હતી તે સૃષ્ટિ જોઇને રચના કરી છે. તેઓ પ્રમાણે “ધાતા યથા પૂર્વકલ્પયેતુ' વળી બીજું ઈશ્વર સર્વ નિયંતા છે, સર્વ કર્તાહર્તા છે, સર્વજ્ઞ છે છતાં પણ તેની સૃષ્ટિ વિષમતાથી દોષિત છે. તેમાં સુખી, દુઃખી, રોગી, નિરોગી, ધનાઢ્ય, અકિંચન, જ્ઞાની, અજ્ઞાની વગેરે પ્રકારની વિવિધ વિષમતાઓ છે.
પવિત્રતમ પર્વશિરોમણિ પર્યુષણ પર્વમાં આયાર્યભગવંત કે પાટે બિરાજમાન સાધુ મહારાજા ગણધરવાદ વાંચે છે. તે તત્ત્વજ્ઞાન પ્રચુર છે. ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોમાં વડીલ ગણધર ગૌતમસ્વામી પૂર્વાવસ્થામાં પોતાને વેદોના ધુરંધર પંડિત શિરોમણિ માને છે. તેવી જ રીતે બાકીના બીજાં પણ દરેકને એક એક વિષય વિષે શંકા છે. જો તેઓ એક બીજાને પૂછે તો શંકાનું નિરસણ થઈ જાય; પરંતુ તેમ કરે તો નાકનું ટેરવું નીચું થઈ જાય !
૧૧ ગાધરોની કઈ કઈ શંકા છે તે જરા જોઇએ. પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમને જીવ વિષે શંકા, બીજા શ્રી અગ્નિભૂતિગૌતમને કર્મ વિષે, ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમને જીવને શરીર વિષેની, ચોથા વ્યક્તિને પંચમહાભૂત વિષે, પાંચમાં શ્રી સુધર્મને જન્માન્તર સાદશ્ય, છઠ્ઠા શ્રી મંડિતને કર્મના બંધમોક્ષ સંબંધી, સાતમા શ્રી મોર્યપુત્રને દેવવિષયક, આઠમા અલંપિતને નરક વિષે, નવમા અલભ્રાતાને પુણ્ય-પાપ વિષે, દશમાં મેતાર્યને પરલોક સંબંધી અને અગિયારમા પ્રભાસને મોક્ષ વિષે શંકા હતી. તેઓને વેદના ભિન્ન ભિન્ન પદોના અધ્યયનથી તથા પરસ્પર વિરુદ્ધ વેદવાક્યના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org