________________
આત્મતત્વ
૧૯૫
કરી છે. તેથી ઈશ્વર પહેલાં ચાર વેદોનું અસ્તિત્વ સ્વીકારી લેવાય છે. કેવો દ્રાવિડ પ્રાણાયામ ?
જૈન દર્શનમાં અનન્તજ્ઞાની સર્વજ્ઞભગવંતે આ બ્રહ્માંડમાં લોકાલોક સ્વરૂપ કેવું છે ? સમસ્ત જગતમાં શું શું છે ? ક્યાં શું છે ? ક્યાં કશું નથી ? ક્યાં વસ્તુ કેવા સ્વરૂપે-સ્વભાવે છે ? જીવો કેવાં પર્યાયી છે ? અજીવ ક્યાં કેવા સ્વરૂપે છે ? જીવાજીવનો સંયોગવિયોગ કેવી રીતે ક્યાં થાય છે, પર્યાયો કેવી રીતે પરિવર્તિત થાય છે ? આ બધું બતાવ્યું છે.
ચૌદ રાજલોકની બહાર અનંત અલોક છે. લોક એટલે ક્ષેત્ર કે જ્યાં જીવાજીવો છે. વર્તુળની અંદર બે પગ પહોળા કરી બંને હાથ કેડે રાખી ઊભેલા મનુષ્યના પ્રમાણની જેમ લોક છે અને તે સિવાયના વર્તુળ શૂન્ય છે, કંઈ નથી, માત્ર આકાશ છે તેથી તે અલોક કહેવાય. ઉપરના વર્તુળમાં શૂન્ય છે, કંઈ નથી. માત્ર આકાશ છે તેથી તે અલોક કહેવાય. ઉપ૨ના વર્તુળના ભાગમાં જે મનુષ્યાકૃતિ ભાગ છે તે ૧૪ રાજલોક કહેવાય. તેને બ્રહ્માંડ કહી શકાય. તે Cosmos છે. એમ કહેવાય છે કે ૧,૮૧,૧૭,૯૦૦ મણ વજનનો ૧ ભાર એવાં ૧૦૦૦ મણ ભારવાળો ગોળો ગબડતો-ગબડતો ૬ માસ, ૬ દિવસ, ૬ પહોર, ૬ ઘડી, ૬ સમય સુધી પડતો પડતો જાય તે અસંખ્ય યોજન લાંબો વિસ્તાર ૧ રાજલોક અને એવાં ૧૪ રાજલોક પ્રમાણ લોકનો છે.
જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પુદ્ગલ આ છ દ્રવ્યોને જીવ અને અજીવ એમ બે ભાગમાં વિભક્ત કરી શકાય. એક એક જીવ ચેતન સ્વરૂપ દ્રવ્ય છે. ચેતનાશક્તિમાન પદાર્થને આત્મા કહેવાય છે. એકે એક દ્રવ્યના ગુણ-પર્યાયો બધા જ જાણવા, જોવા અને તેને યથાર્થ સ્વરૂપે રજૂ કરવાં તે માત્ર વીતરાગ અને સર્વજ્ઞ જ બતાવી શકે. તે વગરના કોઈ પણ ક્યારેય પણ યથાર્થ સ્વરૂપ કહી ન શકે. તેથી ચરમકક્ષાનું અંતિમ સત્ય માત્ર સર્વજ્ઞ પરમાત્મા જ કહી શકે. આવા સર્વજ્ઞનું વચન અંતિમ કક્ષાનું સત્ય હોય, અન્ય કોઈનું નહીં. પૂ. ચિરંતનાચાર્યજી મહારાજે પંચસૂત્રના પ્રથમ સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરી છે. તેથી સર્વજ્ઞ ૫૨માત્માના વચનને ચરમ સત્ય માની, સ્વીકારી તેમના વચનમાં અતૂટ શ્રદ્ધા રાખી આ સત્યને ન્યાય આપવો કે ‘તમેવ સચ્ચ જં જિર્ણહિં પવેયિએ' જે જિનેશ્વરોએ પ્રતિપાદિત કર્યું છે તે જ સત્ય છે. આમાં જ ડહાપણ, વિશ્વાસ અને સર્વજ્ઞ પ્રત્યેની લાગણી, અહોભાવ, પૂજ્યભાવ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org