________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ
ગુણસ્થાનકની શ્રેણિની જેમ આપણે વિનયાદિ આત્મિક ગુણોના ઉત્કૃષ્ટતમ વિકાસની બીજી શ્રેણિ પણ જોઈ છે.
૨૨૨
આ બે પદ્ધતિ ઉપરાંત આત્માના વિકાસને ક્રમિક સમજવા માટે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે યોગદૃષ્ટિઓની વિચારણા રજુ કરી છે જે પોતાની સ્વતંત્ર છે જે આગમશાસ્ત્રોમાં નથી મળતી. તેથી તે આગમશાસ્ત્રીય વિચારણા
નથી. ૧૪ ગુણસ્થાનકોની જેમ આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ‘યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં ગુણસ્થાનકમાં વિકાસની પ્રક્રિયાને ફક્ત ૮ યોગદૃષ્ટિમાં સમાવી છે જેમાં ઘણું સંક્ષિપ્તીકરણ કરાયું છે.
૧૪ ગુણસ્થાનકોમાં ૪થા ગુણસ્થાનકે આત્મા સમ્યગ્દર્શન પામે છે જે પહેલાં મિથ્યાત્વમાં પ્રવર્તતો હોય છે. જ્યારે યોગદૃષ્ટિમાં પાંચમી દૃષ્ટિમાં સમ્યગ્દર્શન પમાતું બતાવ્યું છે, તે પહેલાની ૪ દૃષ્ટિએ મિત્રા, તારા, બલા અને દીપ્રાને મિથ્યાત્વની બતાવી છે. અહીં યોગદૃષ્ટિનો આધાર ક્રમશઃ વધતા પ્રકાશના પ્રમાણના આધારે છે. જેમ જેમ પ્રકાશનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ દૃષ્ટિનો બોધ પણ બુસ્પ્રિંગત થતો રહે છે. દૃષ્ટિ શબ્દથી અભિપ્રેત આત્માનો બોધ વિશેષ છે. આમ આવા પ્રકારના બોધને પ્રકાશની સાથે સરખાવે છે. દા.ત. તૃર્ણાગ્નિ તણખો બળે તો કેટલો પ્રકાશ થાય ? લાકડું બળે તો કેટલો થાય ? દીપક પ્રગટાવીએ તો કેટલો વધે ? રત્ન કે મણિનો પ્રકાશ, તારાઓનો પ્રકાશ, સૂર્યનો, પછી ચંદ્રનો પ્રકાશ જેમાં સરસ નિર્મળતા પવિત્રતા, કેટલી ઠંડક રહે છે ! જેમ પ્રકાશનું પ્રમાણ વધતું જાય, જેમ જીવ વિશેષનો આત્મબોધ સ્વરૂપ પ્રકાશ વધતો જાય છે, વધેલા પ્રકાશના આધારે જીવ દૃષ્ટિવાળો બોધવાળો બને છે.
અનંતાનંત આ સંસારમાં અનંતા જીવો ઇન્દ્રિયની દૃષ્ટિએ એકથી પાંચ ઇન્દ્રિયોવાળા વહેંચાયેલા છે. પંચેન્દ્રિયોમાં પણ સંજ્ઞિ અને અસંશિ જીવો છે. સ્વસ્વકર્માનુસાર યોનિયોમાં ઉત્પન્ન થતાં થતાં નિગોદથી નીકળી નક, તિર્યંચ, મનુષ્ય અને દેવ થતાં થતાં અંતિમ જન્મ મનુષ્ય યોનિમાં માતાના ગર્ભમાં તીર્થંક૨ને પણ જન્મ ધારણ કરવો પડે છે. તેઓ કલ્પસૂત્ર પ્રમાણે હરિવંશકુળ, રાજકુળ, ક્ષત્રિયકુળ, ભોગકુળાદિમાં મુખ્ય પટ્ટરાણીઓમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે. આ એક શાશ્વત વ્યવસ્થા છે. જ્યારે જીવની ભવિતવ્યતા પરિપક્વ થાય તથા ભવ્યતાથી ભગીરથ પુરુષાર્થ કરે જેની ખૂબ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org